ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની(UP Assembly Elections 2022) તારીખોની જાહેરાત બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપમાં પણ એક પછી એક રાજીનામાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેમના ધારાસભ્યો બાદ હવે ભાજપ પાર્ટીના સાથી પક્ષો પણ પાર્ટી છોડવાની તૈયારીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કેન્દ્રીય મંત્રી મંડળમાં આ સાથીપક્ષના સાંસદ અનુપ્રિયા પટેલને મંત્રી પદ પણ મળેલું છે.
ભાજપના સાથી પક્ષ અપના દળ (એસ) (Apna Dal S)ના બે ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. આ બે ધારાસભ્યોના નામમાં પ્રતાપગઢની વિશ્વનાથગંજ સીટથી આરકે વર્મા (R K Verma) અને સિદ્ધાર્થ નગરની શોહરતગઢ સીટથી ચૌધરી અમર સિંહનો (Chaudhary Amar Singh) સમાવેશ થાય છે.
રાજીનામાનો વરસાદ શરુ જ રહેશે
તાજેતરમાં સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપ છોડ્યા બાદ ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. ગુરુવાર સુધી ભાજપના ત્રણ મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. ભાજપમાંથી રાજીનામું આપનાર ધરમ સિંહ સૈનીએ કહ્યું કે 20 જાન્યુઆરી સુધી દરરોજ એક મંત્રી અને 3-4 ધારાસભ્યો રાજીનામું આપશે.
તેમણે કહ્યું કે સરકારના દલિત-પછાત વર્ગના લોકોના વિરોધને કારણે લગભગ 140 ધારાસભ્યોએ ગૃહમાં ધરણા કર્યા હતા, પરંતુ તે ધરણાને દબાવી દેવામાં આવ્યું હતું, જે રીતે તે ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા, તેમને ધમકાવવામાં આવ્યા હતા અને ડરાવવામાં આવ્યા હતા. જેલમાં મોકલવાનો અને તેમને તેમના ઘરો પર બુલડોઝર ચલાવવાનો ડર બતાવવામાં આવ્યો, પછી તેમની જીભ દબાવી દેવામાં આવી. સાથે જ પાર્ટીમાંથી રાજીનામું આપવા માંગતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.