સંભોગને લાંબા સમય સુધી ચલાવવા માટે શું યોગ્ય છે સ્પ્રે લગાડવો કે પછી દવા લેવી ? -જાણો એક ક્લિક પર

Published on: 9:55 am, Fri, 14 January 22

પ્રશ્ન:
મારાં લગ્નને 7 વર્ષ થઈ ચુક્યા છે તેમજ આમ તો અંગત જીવન ઠીકઠાક છે પણ થોડા સમયથી ખુબ વહેલું સ્ખલન થઈ જતું હોય એવું લાગઈ રહ્યું છે. શીઘ્રસ્ખલન અટકાવવા માટે અથવા તો સમાગમને ખુબ લાંબો ચલાવવા માટેની દવામાં ગળવાની દવા વધારે સારી કહેવાય કે પછી બહારથી સ્પ્રે કરવાની?

પત્નીને ઑર્ગેઝમ ફીલ થાય એ પહેલાં જ મારું સ્ખલન થઈ જાય છે એટલે આ બેમાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? બહારથી પેનિસ પર સ્પ્રે કરવાથી ત્વચાને નુકસાન થાય ખરું? મારી પત્નીને સ્પ્રે નથી ફાવતું એટલે હું અસમંજસમાં છું કે, બેમાંથી શું કરવું જોઈએ?

ઉત્તર:
મને એક પ્રશ્નનો ઉત્તર આપો કે, તમારી પત્નીને અસંતોષ રહી જાય એટલે તમને લાગે છે કે, સમાગમ વધુ લંબાવવો જોઈતો હતો કે પછી ખરેખર તમને પોતાને ફીલ થાય છે કે ખુબ ઝડપથી સ્ખલન થઈ જવાને લીધે તમને પૂરતો આનંદ મળી શકતો નથી?

જો પત્નીને અસંતોષ રહેતો હોય તો એની માટે તમારે કોઈ દવા લેવાની જરૂર રહેતી નથી. ફોરપ્લે વખતે આંગળી અથવા તો મુખમૈથુનથી એને પેનિટ્રેશન પહેલાં જ સંતુષ્ટ કરશો તો સમસ્યા ઊકલી જશે. હા, જો તમને પોતાને લાગતું હોય કે યોનિપ્રવેશની ગણતરીની સેકન્ડ્સમાં જ સ્ખલન થઈ જવાથી તમને અધૂરપ વર્તાતી હોય તો દવા લઈ શકાય.

સામાન્ય રીતે સ્પર્શની વધારે પડતી ઉત્તેજનાને લીધે શીઘ્રસ્ખલન થઈ જતું હોય ત્યારે સ્પ્રે ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ સ્પ્રેથી સ્પર્શની સંવેદના બ્લૉક થઈ જતી હોવાથી ઝડપથી સ્ખલન થતું અટકે છે. આ સ્પ્રેથી સ્ખલન લંબાય છે પરંતુ સમાગમની પ્રક્રિયા દરમ્યાન થતી સંવેદનામાં ઘટાડો થઈ જાય છે.

એમાં પણ જો તમે સ્પ્રે લગાડીને યોનિપ્રવેશ કરતા હશો તો યોનિમાર્ગની દીવાલ પર એ સ્પ્રે લાગતું હશે. જેને લીધે યોનિમાર્ગની સંવેદનશીલ ત્વચા સ્પર્શસંવેદન ગુમાવે છે. પત્નીને ખુબ ઓછી સંવેદના થતી હોવાને કારણે એને ઑર્ગેઝમ સુધી પહોંચવામાં વિલંબ થાય છે.

કદાચ એમ પણ બની શકે કે તેને ચરમસીમા અનુભવાતી જ ન હોય. સ્પ્રે લગાડ્યા બાદ ઇન્દ્રિય ધોઈ નાખવી અથવા તો એના પર કૉન્ડોમ પહેર્યા બાદ યોનિમાર્ગમાં પ્રવેશ કરાવવો જોઈએ. સ્પ્રે વાપરવાથી તમને સ્પર્શનો આનંદ ઘટી જતો હોવાને લીધે સમાગમ લાંબો ચાલશે પરંતુ સંવેદના ઘટી હોવાથી આનંદમાં પણ ઓટ આવશે.

SHARE
Koo bird - Trishul News Gujarati