અહિયાં સર્જાયો ભયંકર માર્ગ અક્સમાત: ઘટના સ્થળે જ ૧૮ લોકોના મોત- PM મોદીએ મુખ્યમંત્રીને કોલ કરી…

ઉતરપ્રદેશના બારાબંકી વિસ્તારમાં હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકે બશને અડફેમાં લીધી હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થવાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે બારથી પણ વધુ લોકો ઘાયલ હોવાનું જણાવા મળ્યું છે.

બારાબંકીના રામસેનહિ ઘાટ નજીક અયોધ્યા-લખનઉ હાઇવે પર અડધી રાત્રે અકસ્માત થયો હતો. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે બસ હરિયાણાના પલવાલથી બિહાર તરફ જઇ રહી હતી. જે બસમાં મજૂર મુસાફરી કરી, મજુરો બિહાર પરત ફરી રહ્યા હતા.

બસમાં આશરે 140 જેટલા મુસાફરો હતા, જેમાંથી 18 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. તેમજ ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે, તે બધા પંજાબ અને હરિયાણામાં મજુરી કામ કરતા હતા અને બિહાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

PM મોદીએ વળતર આપવાનું જણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે,અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને 2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50,000 રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી સાથે પણ વાત કરી હતી અને મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો પ્રત્યે પોતાતું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ સીએમ યોગીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે તેમજ બારાબંકીના DM અને SP ને ધાયલ થયેલા લોકોની વધુ સારી સારવારની વ્યવસ્થા કરવા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને તેના પરિવાર સુધી પહોચાડવા વ્યવસ્થા કરવા પણ સુચના અપાઈ હતી.

અકસ્માત અંગે અધિકારીએ શું કહ્યું?
બારાબંકી વિશ્તારના SP યમુના પ્રસાદે જણાવ્યું હતું કે, બસની ધરી તૂટી જવાને કારણે આ પોલીસ સ્ટેશન રામસ્નેહીઘાટના હોટેલ પાસે ઉભી હતી.જ્યાં રાત્રીના સમયે એક ટ્રક પાછળથી આવીને બસ સાથે અથડાયો હતો. જેમાં 18 લોકોનાં મોતના મોત થયા છે.તેમજ 12 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

બારાબંકી અને લખનઉના ટ્રોમા હોસ્પિટલમાં તમામની સારવાર કરવામાં આવી રહી છે. તે બધા હરિયાણાથી બિહાર તરફ જઇ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મૃત્યુ પામેલ મજૂર દરભંગા,સીતામઢી અને બિહારના અન્ય વિસ્તારના રહેવાસી હતા.

ADG એસ.એન.સાબત અને એસપી યમુના પ્રસાદ ધટના સ્થળ પર પહોચ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે, કારણ કે કેટલાક મૃતદેહો વાહનની નીચે દટાયા હોવાની આશંકા છે. જેસીબીની મદદથી બચાવ કામગીરી હાથ ધરી છે. આ મામલે હજી સુધી કોઈ પણ કેસ નોંધવામાં આવ્યો નથી.

રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે માર્ગ દુર્ધટનામાં થયેલા મોત પર દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રી વતી, જિલ્લાના વહીવટીતંત્રને ધટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને ફ્રી માં સારવાર આપવા આદેશ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *