યુપી(UP)ના બહરાઈચ(Bahraich)માં બરાફતના જુલુસ દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે. જુલુસ દરમિયાન હાઈ વોલ્ટેજ કરંટ(High voltage current) લાગવાથી 6 લોકોના મોત(6 people died) થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જુલુસમાં કરંટ લાગવાને કારણે નાસભાગ પણ મચી ગઈ હતી, જેના કારણે થોડી ક્ષણની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ મામલો નાનપરા વિસ્તારના માસુકપુરનો છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે.
દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીએમ ડો.દિનેશ ચંદ્રા, એસએસપી કેશવ કુમાર ચૌધરી, એસપી ગ્રામીણ અશોક કુમાર, એસડીએમ અજીત પરેશ અને સીઓ નાનપારા જંગ બહાદુર યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીએમએ કહ્યું કે ઘટના અંગે તપાસ કરવામાં આવશે.
યુપીમાં ભારે વરસાદ:
તમને જણાવી દઈએ કે, યુપીમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતા છે. તાજેતરમાં જ પ્રયાગરાજમાં વીજળી પડવાથી એક મહિલા સહિત બે પુરૂષોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.
મામલો હંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બિજૌલી ગામનો છે. અહીં 23 વર્ષીય ગંગારામ યાદવે વીજળી પડવાથી જીવ ગુમાવ્યો હતો. તે તેના મિત્રો સાથે ભેંસ ચરાવવા ગયો હતો, જ્યારે ભારે વરસાદને કારણે તે મહુઆના ઝાડ નીચે સંતાઈ ગયો. આ દરમિયાન આકાશમાંથી વીજળી ઝાડ પર પડી અને ગંગારામનું મોત થયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.