ઉત્તર પ્રદેશમાં ચુંટણીએ અલગ જ સ્વરૂપ ધારણ કરી લીધું છે. દરરોજ નતનવા વળાંકો આવી રહ્યા છે. બંને પાર્ટીઓ એકબીજાની કાપવા અવનવા પેતરા ઘડી રહી છે. ત્યારે હાલ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના એક નેતાએ CM યોગીની રીટર્ન ટીકીટ પણ કાઢવી લીધી છે. અને સોસીયલ મીડિયામાં આ ટીકીટના ફોટા પણ વાયરલ કરી દીધા છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly election) 2022 ની ઘોષણા પછી, સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા આઇપી સિંહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નિશાને લીધા છે.
આઇપી સિંહે કહ્યું, “યુપીના મુખ્યમંત્રી, યોગી આદિત્યનાથજી મૂળરૂપે ઉત્તરાખંડના છે. અમે યોગી આદિત્યનાથજીની 11 માર્ચની લખનૌથી ગોરખપુર તરફથી રીટર્ન ટિકિટ બનાવી દીધી છે. કારણ કે, તેઓ જ્યારથી અપમાનિત થયા છે, ત્યારથી તેઓએ સ્ત્રીઓ પર, યુવા, પછાત જાતિઓ પર અત્યાચાર કર્યો છે.”
10 मार्च जनता का दिन होगा, 10 मार्च प्रदेश में सच्चाई का सूरज निकलेगा और सपा प्रचंड बहुमत के साथ सरकार बनाएगी।
इसलिए मैंने @myogiadityanath जी के लिए लखनऊ से गोरखपुर का 11 मार्च का रिटर्न टिकट बुक कर दिया है।
यह टिकट सम्भाल कर रखिए, क्यूँ कि BJP भी नहीं पूछेगी आपको हार के बाद। pic.twitter.com/1mNb3a6a4H
— I.P. Singh (@IPSinghSp) January 8, 2022
સાથોસાથ જણાવ્યું હતું કે, “તેમણે કેટલાય ગરીબોના ઘર બુલડોઝરથી બરબાદ કરી નાખ્યા હતા. અને તેમના અનેક અધિકારીઓએ યુપીને બરબાદ કરી નાખ્યું છે. આજે, ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, અને જયારે 10 માર્ચના રોજ પરિણમ આવશે ત્યારે એસપી સરકારને વિશાળ બહુમતી મળશે વિજેતા બનશે. હારેલા આદિત્યનાથને મળવા ભાજપનો કોઈ નેતા નહિ આવે! તેના કારણે અમે એ તારીખની રીટર્ન ટીકીટ બનાવી દીધી છે. આ ફ્લાઈટ આદિત્યનાથજીને લખનૌથી ગોરખપુર સુધી પહોચાડી દેશે.”
આ ઉપરાંત, એસપીના પ્રવક્તાએ ટ્વીટ કર્યું હતું કે, “10 માર્ચ જનતાનો દિવસ હશે, 10 માર્ચે યુપીમાં સત્યતાનો સુરજ ઉગશે અને સપાની ભવ્ય બહુમતી સાથે જીત થશે. આ કારણે અમે યોગી આદિત્યનાથની રીટર્ન ટીકીટ બનાવી દીધી છે. સાથોસાથ યોગીજીને કહ્યું છે કે, આ ટીકીટ સાચવીને રાખજો! કારણ કે, હાર્યા બાદ ભાજપનો કોઈ નેતા તમને બોલાવશે નહિ!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.