ઉત્તરપ્રદેશ: હાલમાં ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાંથી એક પાગલપ્રેમીએ તેની જ પ્રેમિકાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. અહીં, પ્રેમિકાની ભૂલ ફક્ત એ જ હતી કે, તેને લગ્ન માટે ના પડી દીધી હતી. આ વાત પ્રેમીથી સહન ન થઇ અને તેને પોતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી. ત્યારબાદ પ્રેમીએ પોતે પણ ઝહેર ખાઈ લીધું. પરંતુ, સારવાર બાદ તેનો જીવ બચી ગયો હતો.
આ સનસનાટીભરી હત્યાની ઘટના ઇટાવાના પોલીસ સ્ટેશનના બાકેવર વિસ્તારની છે. જ્યાં માંડૌલી ગામે રહેતા 22 વર્ષીય રૂચી અને 25 વર્ષિય અમિત ઉર્ફે ખુશીલાલ એમ.એ બીજા વર્ષના વિદ્યાર્થી હતા. આ બંને ક્લાસમેટ હતા. તે બંને એક જ જાતિના હતા. છેલ્લા 7 વર્ષથી તેમની વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંને ઘણીવાર એકબીજાને મળતા હતા. અચાનક બુધવારે અમિત ઉર્ફે ખુશલાલને રૂચી પર શંકા ગઈ કે તે કોઈ સંબંધીના છોકરા સાથે પ્રેમમાં છે અને તેની સાથે છેતરપિંડી કરી રહી છે.
જ્યારે આ વસ્તુ અમિતને ખબર પડી ત્યારે તેણે તેની ગર્લફ્રેન્ડ ખેતરમાં બોલાવી અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ, રૂચિએ તેના પ્રસ્તાવનો ઇન્કાર કરી દીધો. આ વાત અમિતને સહન ન થતા તેણે ગુસ્સામાં આવીને પોતાનો જીવ ગુમાવી દીધો અને તેણે લોખંડના શોકરથી રૂચી પર હુમલો કર્યો. તેણે એક પછી એક રુચિના માથા પર 2-3 વાર માર માર્યો. આખરે ઘટના સ્થળે જ રુચીનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ રૂચીના પરિવારને થઇ ત્યારે તેઓ ખેતરમાં પહોંચી ગયા હતા અને રૂચીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન, અમિત ઉર્ફે ખુશીલાલે પોતાના બચાવ માટે દુકાનમાં રાખેલી ઝેરી દવા ખાઈ હતી.
અમિતના પરિવારના સભ્યોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેની બે દિવસથી જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ, પોલીસ દ્વારા શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી અમિતની ઘણી પૂછપરછ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે રૂચીને પ્રેમ કરતો હતો અને તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.
અમિતે કહ્યું હતું કે, રૂચીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બુધવારે તેણે રૂચિને ખેતરમાં બોલાવીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે લગ્ન માટે સહમત થઇ નહીં. આનાથી તે ગુસ્સે થયો અને તેણે રૂચીને માથામાં લોખંડના હથિયાર વડે ઘા માર્યો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.