ખેડુતે મોદી સાહેબના 2000 પાછા આપ્યા, કહ્યું મને આપઘાત કરવાની છૂટ આપો…

Published on: 1:00 pm, Tue, 19 March 19

ભાજપ શાષિત કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ કરી હતી. જે અંતર્ગત ખેડૂતોને 2 હજાર રૂપિયાનો હફ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના એક ખેડૂતે પહેલા ઈન્સ્ટોલમેન્ટમાં મળેલ 2000 રૂપિયા પરત કરી દીધા અને સાથે જ યોગી સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી. બટાટાની ખેતી કરતા આ ખેડૂતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગણી કરી છે.

ખેડૂતે 2000 રૂપિયા પરત કર્યા

29 વર્ષના પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેમણે સીએમ યોગી આદિત્યનાથને 2000 રૂપિયા પરત મોકલી દીધા છે અને જો મુખ્યમંત્રી તેમની મદદ ન કરી શકે તો તેઓ ઓછામાં ઓછી તેમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી દે. ખેડૂતે કહ્યું કે તેના પર 35 લાખ રૂપિયાનું દેવું છે. શર્માએ જણાવ્યું કે તેનો પરિવાર એક નાના એવા મકાનમાં ભાડે રહે છે.

સીએમ યોગી પાસે માંગી ઈચ્છામૃત્યુની મંજૂરી

પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેમણે 2016માં પાક બર્બાદ થયા બાદ જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારને પત્ર લખી મદદની માંગણી કરી પરંતુ ક્યારેય કોઈ જવાબ ન મળ્યો. શર્મા કહે છે કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહને મળવા દિલ્હી ગયા હતા, પરંતુ ત્યાંથી પણ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. પ્રદીપે પોતાની મુશ્કેલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે 2015માં દેવાંના બોજ હેઠળ દબાઈ તેમના કાકાનું હાર્ટ અટેકથી મૃત્યુ થઈ ગયું તો લાગ્યું હતું કે જિલ્લા પ્રશાસન કાંઈક કરશે પરંતુ કોઈપણ મદદ માટે આગળ ન આવ્યું.

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયા આપવામાં આવે છે

પાછલા વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રના ડૂંગળીનું વાવેતર કરતા ખેડૂતે વિરોધના સ્વરૂપે પીએમ મોદીને 750 કિલો ડુંગળી વેચવાથી મળેલ 1064 રૂપિયાની રકમ પરત કરી દીધી હતી. જણાવી દઈએ કે પીએમ મોદી ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે ત્રણ ઈન્સ્ટોલમેન્ટમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.