બે મિત્રો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ: બહેનનો ફોટો ડીલીટ ન કરતા ભાઈએ મિત્રની કરી હત્યા

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક યુવકે તેના જ મિત્રને છરીના ઘા મારી હત્યા કરી હતી. આરોપ છે કે, મૃતકના મોબાઇલમાં આરોપીની બહેનના કેટલાક ફોટા હતા, જેને તે ડિલીટ કરતો ન હતો. તે જ તેની હત્યાનું કારણ બન્યું હતું. જો કે, આ કેસમાં કાર્યવાહી કરી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

હત્યાની આ ઘટના ગાઝિયાબાદના સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં વૃંદાવન ગાર્ડનના પાઇપલાઇન વિસ્તારમાં 22 વર્ષીય યુવક રંજનનો પુત્ર કેદારનાથ ઝા રહેતો હતો. ગત મંગળવારે તેઓ તેમના મિત્ર સૂરજ શુક્લાને શ્યામ એન્ક્લેવમાં તેમની ઓફિસમાં મળવા ગયા હતા.

CO બોર્ડર આલોક દુબે પાસેથી મળેલી માહિતી અનુસાર, રંજનના મોબાઇલમાં સૂરજ શુક્લાની બહેનના કેટલાક ફોટા હતા. જેને કાઢી નાખવા અંગે સૂરજ અને રંજન વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન સુરજે રંજન પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ તેને વારંવાર રંજન પર હુમલો કર્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ રંજન ઝાને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રંજન અભ્યાસ પૂરો કર્યા પછી નોકરીની શોધમાં હતો. જ્યારે સુરજ તેના પિતા સાથે કામ કરતો હતો. મૃતક રંજનના પિતા કેદારનાથ ઝાની ફરિયાદ પર સાહિબાબાદ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આરોપી સૂરજને જેલમાં મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *