‘શિક્ષણ છે કે વ્યાપાર’ -ફી બાબતે પ્રિન્સિપાલે 10માં ધોરણમાં ભણતી યુવતીની જાહેરમાં આબરૂ કાઢી- વિદ્યાર્થીનીનું રડી રડીને મોત

ઉન્નાવ: ગુરૂકુળ અને ગુરૂ-શિષ્ય પરંપરાનો પર્યાય એવું શિક્ષણ આજે જાણે દુકાન બની ગયું છે. શાળાઓ અને કોલેજ વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલીને જાણે દુકાનમાં ધંધો કરતા…

ઉન્નાવ: ગુરૂકુળ અને ગુરૂ-શિષ્ય પરંપરાનો પર્યાય એવું શિક્ષણ આજે જાણે દુકાન બની ગયું છે. શાળાઓ અને કોલેજ વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલીને જાણે દુકાનમાં ધંધો કરતા હોય તેવું લાગુ રહ્યું છે. ત્યારે કોરોનાની સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ ફી ન ભરી શકવાની સ્થિતિમાં પણ છે. આ દરમિયાન, તેમની મદદ કરવાના બદલે જ્યારે શાળા-કૉલેજ આવા છાત્રોને મજબુર કરે ત્યારે કરૂણ પરિણામો આવતા હોય છે. હાલમાં આવી જ એક કરૂણ ઘટના ઘટી છે ઉત્તર પ્રદેશના ઉન્નાવ શહેરમાં જ્યાં પ્રિન્સિપાલ પાસે ફી માફીની અરજ લઈને ગયેલી એક ધોરણ 10ની વિદ્યાર્થિનીને જાહેરમાં બેઇજ્જત કરી નાખતા આઘાતમાં તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સ્મૃતિ અવસ્થી નામની વિદ્યાર્થિનીનું કરૂણ મોત નીપજ્યું છે. આ દીકરીના પરિવારનો આક્ષેપ છે કે, શાળામાં ફી ભરવાના પૈસા નહોતા એટલે આચાર્ય પાસે ફી માફી માટે ગઈ હતી. ત્યારે આચાર્યએ હૂંફ આપવાના બદલે તેને જાહેરમાં જ બેઇજ્જત કરી હતી. દીકરી રડતાં રડતાં ઘરે પહોંચી અને બેહોશ થઈ ગઈ. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો આવ્યો અને કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં શાળાના પ્રબંધક, આચાર્ય સામે કેસ નોંધવાની પણ માંગ ઉભી થઈ હતી. પોલીસ દ્વારા પીડિત પરિવારની ફરિયાદ લઈ અને આચાર્ય સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મૃતક દીકરીના કાકા રમેશભાઈ અવસ્થીએ જણાવ્યું કે, સ્મૃતિ અવસ્થી એબી નગરમાં ઇન્ટર કૉલેજમાં ધોરણ 10ની છાત્રા હતી. કોરોનાના કારણે છેલ્લા ત્રણ મહિનાની ફી ભરી શકાય એવી સ્થિતિ નહોતી એટલે સ્મૃતિની ફી માફ કરવામાં આવે તેવી અરજી આચાર્યને કરવામાં આવી હતી.

આ દરમિયાન, તેણે આ મામલે દયા દાખવવાના બદલે અમાનવીય વર્તન કર્યુ અને જાહેરમાં દીકરીને ઇજ્જત વગરની કરી નાખી. માસુમના મન પર આની ઉંડી અસર પડી જેથી તે રડતી રડતી ઘરે આવી હતી અને બાદમાં તે બેહોશ થઈ ગઈ હતી. પરિવારે પાણીના છાંટા નાખ્યા પરંતુ તે હોશમાં ન આવી.

ત્યારાબાદ તાત્કાલિક એને હૉસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડૉક્ટોરો તપાસ કરી તો દીકરીનું મોત થઈ નીપજ્યું હતું. આ દરમિયાન આ મામલા અંગે નગર ક્ષેત્રાધિકારી કૃપા શંકરના જણાવ્યા અનુસાર, કિશોરીનું ઉંમર 15 વર્ષ હતી અને તેનું સંદિગ્ધ મોત થયું છે. અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને શાળાના આક્ષેપોના મામલે તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *