આ પટેલ નેતા સંભાળશે દેશના બે મોટા રાજ્યની કમાન- રાષ્ટ્રપતિએ આપી જવાબદારી

કેન્દ્ર સરકારે મધ્ય પ્રદેશના રાજ્યપાલના પદનો વધારાનો હવાલો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલને આપ્યો છે. મધ્યપ્રદેશના હાલના રાજ્યપાલ લાલજી ટંડન ઘણા સમયથી અસ્વસ્થ ચાલી રહ્યા છે. લખનૌમાં તેની સારવાર ચાલી રહી છે. આનંદી બેન પટેલ જલ્દીથી ભોપાલ જશે અને ત્યારથી ચાર્જ સંભાળશે.

લાલજી ટંડનની ગેરહાજરીને કારણે રાજ્યપાલની કામગીરીને ત્યાં અસર થઈ રહી હતી. તેથી, કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો. રવિવારે રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા વધારાના ચાર્જ અંગેની જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

આ જાહેરનામામાં કહેવાયું છે કે, “ભારતના રાષ્ટ્રપતિ, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી લાલજી ટંડનની રજા પર ગેરહાજરી દરમિયાન, તેમની પોતાની ફરજો ઉપરાંત, મધ્યપ્રદેશના રાજ્યપાલની કામગીરી નિભાવવા માટે, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની નિમણૂક કરવામાં ખુશ છે.”

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે 85 વર્ષના શ્રી ટંડનને 11 જૂનને શ્વાસની તકલીફ, પેશાબમાં તકલીફ અને તાવ ની ફરિયાદથી ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો COVID-19 રીપોર્ટ નેગેટીવ છે.

શનિવારે હોસ્પિટલે જણાવ્યું હતું કે શ્રી ટંડનની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.

મેદંતા હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું કે, “મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલ જી ટંડનની હાલતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે પરિવારના સભ્યો અને સાથીદારો સાથે વાતચીત કરી હતી, પરંતુ તેઓ હજી વેન્ટિલેટર સપોર્ટ પર છે.”

તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, મેદાંતા-લખનૌના તબીબી નિષ્ણાતોની ટીમ શ્રેષ્ઠ તબીબી સારવાર માટે અથાક કામ કરી રહી છે.

ગત વર્ષે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે પહેલા તે મધ્યપ્રદેશની રાજ્યપાલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *