યુ.પી. માં ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ફાટી નીકળી હિંસા, આટલા લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસા ફાટી ઉઠી છે. ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરના ધજાગરા ઉડતા હોય તેમ બંગાળની જેમ ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસા અને તોફાનોમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 64 લોકો પર હુમલો થયો હતો. આ ડેટા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ લો લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે ઉપલબ્ધ કરાવ્યો છે. મંગળવારથી ફાટી ઉઠેલા તોફાનોની વિરુદ્ધમાં ભાજપના સ્થાનિક નેતાઓ ઉપવાસ પર બેઠા છે.

ભાજપના ઉત્તરપ્રદેશના સ્થાનિક નેતાઓ તેમજ સ્વતંત્ર દેવ સિંહ જેવા નેશનલ લેવલના નેતાએ પણ ધરણાં પ્રદર્શન પર બેઠા હતા, પરંતુ બાદમાં કોવિડ પ્રોટોકોલને લઈને તેમના ઘર આગળ પ્રદર્શન કર્યું હતું. શ્રી સિંહના જણાવ્યા મુજબ, સમાજવાદી પક્ષને પંચાયત ચૂંટણીમાં જીત મળતા જ સમાજવાદી ગુંડાઓ દ્વારા જેમ બંગાળમાં TMC કાર્યકર્તાઓએ હિંસા ભડકાવી હતી તેમ ઉત્તરપ્રદેશમાં આવું હિંસાત્મક કૃત્ય કર્યું છે.

હિંસાની કેટલીક ઘટનાઓમાં:
રમા શંકર નામના સ્થાનિકની ગોરખપુરના તિરા ગામમાં મોબ લિંચિંગ દ્વારા તલવારો અને ધારદાર હથિયારો વડે હત્યા કરાઈ હતી. મહત્વનું છે કે, ગોરખપુર ક્ષેત્ર યોગીનું કાર્યક્ષેત્ર છે. દેવરિયા જિલ્લાના પાઈકોલી ગામમાં બે વિરોધી પક્ષના ઉમેદવારોના કાર્યકર્તાઓ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ હિંસામાં એક 65 વર્ષના વૃદ્ધની હત્યા થઈ હતી. આ બનાવ મંગળવારે બન્યો હતો.

બહુજન સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવાર પૂનમ દેવી અને તેમના સમર્થકો ઉપર મંગળવારે રાતના હિંસક હુમલો કરાયો હતો.આ બનાવ ઇસકપુર ગામ, જિલ્લો આઝમગઢમાં બનવા પામ્યો હતો.પૂનમ દેવી નામના ઉમેદવારનું મોબ લિંચિંગ થયું હતું, અહેવાલો પ્રમાણે રામ અવધ રાજભર નામના લોકલ ગ્રામ પંચાયત બહુબલીએ તેની પત્ની કર્મા દેવી હારી જતા આ હુમલો કરાવ્યો હતો.આ રાજભરની પુત્રી પ્રીતિએ બુલેટ ઉપર આવીને એક મહિલા દ્વારા બીજી મહિલા ઉપર ટોળું બનાવીને હુમલો કરાયો હતો.આઝમગઢના પોલીસ અધિકારી સુધીર કુમાર સિંહના જણાવ્યા અનુસાર તેમણે કેટલાક લોકોને આ ઘટનાના પગલે એરેસ્ટ કર્યા છે.

જૌનપુરના કંઢીકલા ગામમાં 35 વરસના યુવાન સંતોષ સિંહ વર્માની હિંસક ટોળા દ્વારા હત્યા કરવામાં આવી છે.સંતોષ સિંહ સાથે તેના ઘરના વધુ ત્રણ સભ્યોને પણ મોતને ઘાટ ઉતારાયા છે.સતોષના પિતા જવાહરલાલ ના જણાવ્યા મુજબ ભાજપ પ્રેરિત કાર્યકર્તાઓ એ ટોળું બનાવીને આ હીચકારો હુમલો કરાવાયો હતો. ભાજપના સ્થાનિક નેતા અમિત ઉપાધ્યાયની પત્ની આશા દેવી પંચાયત ચૂંટણી હારી જતા તેમના દ્વારા આ હુમલો કરાયો હતો કારણ કે, સંતોષ અને તેનો પરિવાર ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર તરફી હતો, આ બદલાની રાજનીતિના કારણે એક ઘરમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

બીજનૌરમાં પણ જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામો બાદ વાતાવરણ તંગ બન્યું હતું.હિંસક છૂટક ઘટનાઓમાં રશીદા બેગમ નામના 60 વર્ષીય મહિલાનું ટોળા દ્વારા મોત નિપજાવવામાં આવ્યું હતું. રશીદા બેગમના સંબંધીઓને જણાવ્યા મુજબ, સમાજવાદી પક્ષને મત આપવા બદલ સામેવાળી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મનમાં ખટરાગ રાખીને હુમલો કરાયો હતો.પોલીસ દ્વારા 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.

રામપુરના કોંગ્રેસ ઉપાધ્યક્ષ મતીઉર રહેમાન ખાન ઉપર ટોળા દ્વારા હિંસક હુમલો કરાયો હતો.આ હુમલો મંગળવાર રાતના તેઓ લાલપુર કલાન ગામથી આવી રહ્યા હતા ત્યારે થયો હતો.તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર છે.ખાન, વોર્ડ ન.15 માં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર હતા અને હારી ગયા હતા.

ગોવિંદપુર ગામમાં મોરાદાબાદ જિલ્લાના બે અપક્ષ ઉમેદવારોના કાર્યકર્તાઓ સામસામે આવી જતા હિંસક અથડામણ થઈ હતી.દુલ્હા હસન નામના ઉમેદવાર જીત્યા એ બાદ મોરાદ અલી નામના અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હુમલો કરાયો હતો જેમાં 5 લોકોની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. બુધવાર રાતે ભેલીયાપટ્ટરી દેવરિયા જિલ્લા પંચાયતની બેઠકના જીતેલા ઉમેદવાર માયા પાંડેના પરિવાર ઉપર હીચકારો હુમલો કરાયેલ હતો, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.

બુધવારે જ બનેલ બીજા બનાવમાં, બ્રહ્મપુર ગ્રામ્ય, જિલ્લો ચૌરીચૌરામાં કેટલાક લોકોએ રિટર્નિંગ ઓફિસર પર જ હલ્લો બોલાવી દીધો હતો. રવિ પ્રતાપ નિશાદ ત્યાંના બસપાના ઉમેદવારના જણાવ્યા મુજબ, ફરજ પરના ઇલેક્શન ઓફિસર દ્વારા વોર્ડ ન.60માં સમાજવાદી પક્ષના ગોપાલ યાદવને અને વોર્ડ ન.61માં અપક્ષ ઉમેદવાર રમેશ કુમારને વિજેતા જાહેર કરાયા હતા પરંતુ થોડીક કલાકો પહેલા વોર્ડ ન.60 પર મને વિજેતા જાહેર કરાયેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની બેઠકો પૈકી સમાજવાદી પક્ષને 791, ભાજપને 601, બસપાને 361 અને કોંગ્રેસને 59 બેઠકો જીતવામાં સફળતા મળી છે. આ ઉપરાંત 1000 જેટલી બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે.

પ્રશાંત કુમારે કહ્યું કે, ગત 2015 ની પંચાયતની ચૂંટણીની તુલનામાં આ વખતે 62 ટકા બનાવો નોંધાયા છે. ચૂંટણીની આચારસંહિતા 26 માર્ચે અમલમાં આવી હતી, ત્યારથી રાજ્યમાં 301 ઘટનાઓ બની છે. હત્યા ઉપરાંત જનલેવા હુમલોની ઘટના ઉપરાંત લૂંટની 71, બુથ લૂંટની 3 ઘટનાઓ, બેલેટ પેપરોની લૂંટની 13 ઘટનાઓ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *