ભાજપને વોટ આપતા પરિવારે પુત્રવધૂને ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી- છૂટાછેડા સુધી પહોચી વાત

સોસીયલ મીડિયામાં અવારનવાર વિભિન્ન પ્રકારની ઘટનાઓ બને છે. અને એમાં પણ જ્યારે ઈન્ટરનેટ યુગમાં વિશ્વભરમાં ખુબજ ઝડપથી ફેલાઈ જાય છે. ઉત્તર પ્રદેશના બરેલીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવો એક મુસ્લિમ મહિલાને ભારે પડ્યું છે. ભાજપને વોટ આપતા પરિવારના સભ્યો ભડક્યા નારાજ સાસરિયાવાળાઓએ મારપીટ કરીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી.

આ બાબતે મહિલાના નારાજ સાસરિયાવાળાઓએ મારપીટ કરીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. સાથે જ તલાક આપવા અને પોલીસ ફરિયાદ કરવા પર ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. આ બાબતે ભાજપ સમર્થકોમાં પણ નારજગી ફેલાઈ ગઈ હતી. પીડિતાના પિતા તાહિર અંસારીનું કહેવુ છે કે, તેઓે મહેનત મજૂરી કરે છે.ત્યારે હવે દિકરીને સાસરિયાવાળાઓએ મારપીટ કરીને કાઢી મુકી છે તેમાં તેઓ ખુબ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

મળતી માહિતી પ્રમાણે ઐઝાઝમગઢ ગૌટિયાના નિવાસી તાહિર અંસારીની દીકરી ઉજમાના લગ્ન મોહલ્લાના જ યુવક તસ્લીમ અંસારી સાથે થયા હતા. તેમના લગ્ન લવમેરેજ હતા. પીડિતાએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં તેણે ભાજપને વોટ આપ્યો હતો, આ વાતની જાણ મામાજી મૌલાના તૈયબ અને દિયરર આરિફને થઇ તો તેઓ ભડકી ગયા હતા. અને બન્નેએ પરિણીતાની મારપીટ કરી હતી.

ઉતરપ્રદેશમાં યોજાયેલી ચુંટણીમાં ભાજપને મત આપ્યા બાદ મુસ્લિમ મહિલાને ઘરમાંથી બહાર કાઢતા પહેલાં પતિ અને તેના પરિવારજનોએ માર માર્યો હતો. પીડિતા વિનંતી કરી રહી હતી કે મને મારો નહીં અને ઘરમાંથી કાઢો નહીં, પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. પતિ અને સાસરિયા તરફથી કરવામાં આવેલા અત્યાચાર બાદ હવે મહિલાએ મદદની અપીલ કરી છે. ઘટના અંગે એક પ્રખ્યાત મૌલાનાએ કહ્યું હતુકે રાજકીય પાર્ટીઓને વોટ આપવો તે સંવૈધાનિક અધિકાર છે. કોઈ પણ મહિલા, પુરૂષ કોઈ પણ ઉમેદવારને વોટ આપી શકે છે. તેને રાજકીય દ્રષ્ટિએ જોવું તે યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *