હાલ દેશમાં કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે. તેમછતાં લોકોની સમસ્યાઓનો અંત નથી આવી રહ્યો. કારણ કે, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીજન તો મળી રહ્યા છે પરંતુ હોસ્પિટલોના મોટા મોટા બીલ સામે સામાન્ય જનતા લાચાર બની છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક હોસ્પિટલે કોરોના ગ્રસ્ત મહિલાનું એકસાથે ૧૬ લાખનું બીલ પકડાવ્યું હતું અને મૃતદેહને પણ પરિવારજનોને સોપ્યો ન હતો. અનીલ નામના વ્યક્તિની પત્નીની કોરોનાથી નાની ઉંમરમાં મોત થઇ હતી. પરંતુ બીલની ચુકવણી ન કરતા હોસ્પિટલ વાળાએ મહિલાની લાશ પરિવારને આપી નહતી.
અનિલ કુમારની પત્નીને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ટેન્ડર પામ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ખાનગી હોસ્પીટલે મહિલાની સારવારનો ખર્ચ લાખોમાં પહોચાડ્યો હતો. તેમછતાં મહિલાનો જીવ તો બચી નહોતો શક્યો પરંતુ હોસ્પીટલે સારવારના નામે 19 લાખ રૂપિયાનું બીલ પરિવારને પકડાવ્યું હતું. પરિવારે ગમે તેમ કરીને પણ હોસ્પિટલને ૮ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ પુરા રૂપિયા ન મળવાથી મૃતદેહને પરિવારજનોને સોપવાની ના પાડી હતી. હોસ્પીટલે મૃતકના પરિવારને કહ્યું જ્યાં સુધી બાકીની રકમ ૧૦ લાખ ૭૫ રૂપિયા નહિ મળે ત્યાં સુધી મૃતદેહ પાછો નહિ મળે.
મળતી માહિતી અનુસાર, ગોમતીનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેન્ડર પામ નામની એક ખાનગી હોસ્પિટલ છે, જેમાં થોડા દિવસ પહેલા કોરોના ગ્રસ્ત મહિલા દાખલ થઇ હતી. પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, આ હોસ્પીટલે દબાણપૂર્વક 19 લાખ 20 હજાર રૂપિયાનું બિલ આપ્યું હતું, જેમાંથી તેઓએ 8.85 લાખ પણ જમા કરાવ્યા હતા.
મૃત્યુ પામેલ મહિલના પતિનું કહેવું છે કે રવિવારે મારી પત્નીનું મોત નીપજ્યું હતું, આ પછી જ્યારે મેં મારી પત્નીનો મૃતદેહ માંગ્યો ત્યારે હોસ્પિટલે બીલ પેટે ૧૯ લાખ રૂપિયા માંગ્યા, મેં ૮.૮૫ લાખ રૂપિયા જમા કરાવ્યા પરંતુ હોસ્પિટલે કહ્યું કે જ્યાં સુધી પુરેપુરા રૂપિયા જમા નહિ કરવો ત્યાં સુધી મૃતદેહ આપવામાં નહિ આવે. અનિલે આ અંગે ડીએમને ફરિયાદ પણ કરી છે, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી શરુ કરવામાં આવો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.