ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વીચિત્ર લગ્ન થયા. છોકરાએ છોકરીની જગ્યાએ લાકડીના પૂતળા સાથે લગ્ન કર્યા. લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આ વિચિત્ર લગ્ન યુપીમાં ગયા બુધવારના રોજ થયા. તેના ૯૦ વર્ષીય પિતાએ છોકરા માટે છોકરીની જગ્યાએ આ રીતે લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. આ ખબરને સાંભળી દરેક હેરાન છે. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેના પિતાએ જણાવ્યું કે તેમના દીકરાનાં લગ્ન એટલા માટે લાકડીના પૂતળા સાથે કરાવ્યા કારણ કે તેના પાસે ન કોઈ પ્રોપર્ટી છે અને તે બુદ્ધિમાન નથી.
તેણે કહ્યું મારા ૯ બાળકો છે, આઠ બાળકોના લગ્ન થઈ ચૂક્યા છે. મારા દીકરા પાસે ના તો કોઈ પ્રોપર્ટી છે અને ન તે બુદ્ધિમાન છે. એટલા માટે મેં તેના લગ્ન લાકડીના પૂતળા સાથે કરાવ્યા. રિપોર્ટ અનુસાર સંબંધીઓનું માનીએ તો તેના પિતાની અંતિમ ઇચ્છા હતી. લાકડીને દુલ્હનની જેમ લાલ સાડી અને ફૂલોથી સજાવવામાં આવી. બંનેના સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કરાવવામાં આવ્યા. બંને અગ્નિના સાક્ષિમાં સાત ફેરા લીધા. પૂજારીએ વરરાજાના લાકડી સાથે લગ્ન કરાવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news