કોરોનાવાયરસ મહામારીને રોકવા માટે ચાલી રહેલા lockdown વચ્ચે દેશમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી રહી છે, જે સાંપ્રદાયિકતા અને વર્ગ વિગ્રહ કરાવી રહી હોય એવી લાગી રહી છે.તબલીગ જમાતથી જોડાયેલા કોરોનાના કેસ સામે આવ્યા બાદ એક વર્ગને વિશેષ કરીને ટાર્ગેટ કરવાની કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રીતે કહ્યું કે આ પુરા માહોલમાં એકતા અને ભાઇચારાને પ્રધાનતા આપો એમ છતાં કેટલાક લોકો આ વાત માનવા રાજી નથી.
Suresh Tiwari, BJP MLA of Barhaj constituency of UP is instructing people to not to buy vegetables from Muslim. pic.twitter.com/D6s9Nzf5P8
— The Accidental Engineer (@DNLIMBACHIYA) April 27, 2020
હવે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે જેમાં કે શાકભાજી ખરીદવાને લઈને લોકોને આગાહ કરી રહ્યા છે. યૂપીના દેવરિયા જિલ્લાના બરજ વિધાનસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુરેશ તિવારીનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં બીજેપી ધારાસભ્ય કેટલાક લોકોને કહી રહ્યા છે કે એક વસ્તુ ધ્યાનમાં રાખજો તમે લોકો તો સૌને કહી રહ્યો છું કે કોઈપણ મુસલમાન પાસેથી શાકભાજી નહીં ખરીદે.
ધારાસભ્ય જ્યારે આ વાત કરી રહ્યો હતો તે જ સમયે પાછળથી કોઈએ તેને જણાવ્યું કે દિલ્હીમાં કેસ દાખલ થયો છે. જણાવી દઈએ કે દિલ્હીમાં એક વ્યક્તિ એક મુસ્લિમ શાકભાજી વેચનારને નામ પૂછી તેની સાથે મારપીટ કરે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે આવી ઘટનાઓ દેશના અન્ય ભાગોમાંથી પણ સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news