CAPFમાં નોકરી કરવાની સુવર્ણ તક: 500થી પણ વધુ જગ્યાઓ પર બહાર પડી બમ્પર ભરતી; આ તારીખ સુધી કરી શકાશે અરજી

UPSC CAPF Recruitment 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે 500 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે. ઉમેદવારો તેની સતાવાર વેબસાઈટ upsconline.nic.in પર જઈને અરજી કરી શકે છે.

આ તારીખ સુધી કરી શકાશે અરજી
UPSC CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે નક્કી કરવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવું જોઈએ અને તેને નિર્ધારિત સમય પહેલાં સબમિટ કરવું જોઈએ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટના પદ માટે પુરૂષ અને મહિલા બંને ઉમેદવારો લાયક છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટની કુલ 506 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 120 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તે જ સમયે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 100 જગ્યાઓ, અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં 186 જગ્યાઓ, અને  ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની 58 જગ્યાઓ અને સશાસ્ત્ર સીમા બલ (SSB)ની 42 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ત્રીમમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેલે કે ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ 1999 પહેલા અથવા 01 ઓગસ્ટ 2004 પછી થયો ન હોવો જોઈએ. ઉમેદવાર શારીરિક રીતે ફિટ અને સ્વસ્થ હોવો જોઈએ.

અરજી ફી
જનરલ અથવા OBC ઉમેદવારો માટે ફી રૂ 200 રાખેલ છે. મહિલા ઉમેદવારો અને SC અથવા ST ઉમેદવારોએ કોઈ ફી જમા કરવાની નથી.

આ રીતે ઓનલાઈન ફોર્મ ભરો
ઉમેદવારોએ UPSCની સત્તાવાર વેબસાઇટ https://upsc.gov.in/ પર જઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી, તેઓ ફોર્મ ભરવા માટે આગળ વધી શકે છે.

‘Apply Online’ બટન પર ક્લિક કરો.

‘UPSC CAPF Recruitment 2024’ લિંક પર ક્લિક કરો.

સૂચનાને ધ્યાનથી વાંચો અને ‘New Registration’ બટન પર ક્લિક કરો.

અહીં જરૂરી માહિતી દાખલ કરો અને રજીસ્ટ્રેશન કરો.

તમારી લોગિન વિગતોનો ઉપયોગ કરીને પોર્ટલ ઓપન કરો.

અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

અરજી ફી ચૂકવો.

છેલ્લે તમારું ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

રજીસ્ટ્રેશન નંબર સુરક્ષિત રાખો, તેનો ઉપયોગ ઉમેદવાર આજીવન થઈ શકે છે.