આ તો ભારે કરી! એક દાવાથી ફફડી ઉઠ્યું બોલીવુડ… ‘ઉર્ફી જાવેદ છોકરી નહિ પણ કિન્નર છે’ પુરાવા આપવા પણ તૈયાર…

અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના ડ્રેસીંગ સેન્સને લઈ ખુબજ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદના હજારો ચાહકો પણ છે. ત્યારે બીજી તરફ કપડાના અલગ અંદાજને કારણે આ…

અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના ડ્રેસીંગ સેન્સને લઈ ખુબજ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદના હજારો ચાહકો પણ છે. ત્યારે બીજી તરફ કપડાના અલગ અંદાજને કારણે આ અભિનેત્રી અનેક લોકોના નિશાનમાં પણ આવી ચુકી છે. ઉર્ફી જાવેદને ભૂતકાળમા કપડાને બાબતે અનેક કૉમેન્સ્ટ અને નિવેદનો આવ્યા છે. ત્યારે હવે આમાં ફૈઝાન અન્સારીનું નામ પણ ઉમેરાયું છે. ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફૈઝાન અન્સારીએ ઘણી વખત વિરુદ્ધ નિવેદન આપ્યા છે. પણ હાલમાં જે નિવેદ કરવામાં આવ્યું છે તે નિવેદને લોકોને વિચારતા કરી દીધા છે.

ઉર્ફી જાવીદને ફૈઝાન અન્સારીએ કિન્નર કહી દીધી છે. ફૈઝાન અન્સારીએ કહ્યું કે, ઉર્ફી જાવેદ છોકરી નથી ટ્રાન્સજેન્ડર છે, મારી પાસે આ વાતના પુરાવા પણ છે, રાવા જોઈતા હોય તો આપું’. આટલુજ નહી અભિનેતાએ કહ્યું કે, ઉર્ફી જાવેદને કિન્નર સાબિત કરવા માટે તેની પાસે પુરાવાઓ પણ છે અને જે આ પુરાવા થોડા સમયમાં કોર્ટમાં રજૂ કરશે અને પુરાવા સાથે ઉર્ફીને કિન્નર સાબિત કરશે.

આ વાત સાંભળતાની સાથે જ બોલીવુડમાં ખુબજ હડકંપ મચી ગયો છે. આ સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચિતમા ફૈઝાન અન્સારીએ કહ્યું કે, મારી પાસે આ ટ્રાન્સજેન્ડર અંગેના પુરાવાઓ પણ છે અને હું આ પુરાવા દેશની સામે મોટા ખુલાસા તરીકે રજૂ કરવા જય રહ્યો છું. મારો ઉર્ફી સાથે પહેલેથી જ લાંબો વિવાદ ચાલી રહ્યો છે અને તે ટ્રાન્સજેન્ડર છે. જે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે અને હવે તે કોર્ટમાં જ પુરાવા અને સાક્ષી અને કિન્નર સમાજના વડા સાથે આ મામલો સાબિત કરી બતાવશે.

ફૈઝાન અંસારીએ વધુ વાત કરતા જણાવ્યું કે, મેં ઉર્ફી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉર્ફી ઉદ્ધત વર્તન કરે છે અને મુસ્લિમ સમાજ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવે છે. તેથી હવે ઉર્ફી સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. હવે તેને સીધો પાઠ ભણાવવો વધુ સારું રહેશે. ઉર્ફી મુસ્લિમ છે અને તે આવું કરીને અમારું નામ બદનામ કરી રહી છે. મહત્વનું એ છે કે, આ અગાઉ પણ ફૈઝાન અન્સારી ઘણી વખત ઉર્ફી જાવેદ વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *