શ્રીનગર(Srinagar): ભારતીય સેના(Indian Army)એ ઉત્તર કાશ્મીર(North Kashmir)માં એલઓસી(LOC) પર ઉરી સેક્ટર(Uri Sector)માં પાકિસ્તાની આતંકવાદી(Pakistani terrorists)ની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આ સાથે એક આતંકવાદી માર્યો ગયો છે. આ આતંકવાદીઓ ઘૂસણખોરી(Infiltration) કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યા બાદ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
અગાઉ રવિવારે ઉરી સેક્ટરના ગોહલાન વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોયા બાદ એલર્ટ સૈનિકોને જાણવા મળ્યું કે આતંકવાદીઓનું એક જૂથ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. આના પર તેઓએ પડકાર ફેંક્યો અને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો.
આંતકી મૂઠભેડમાં 3 જવાનો થયા ઘાયલ:
સમગ્ર ઓપરેશનમાં એવી જાણકારી સામે આવી રહી છે કે, સેનાએ એક આંતકીને ઠાર કર્યો છે. સાથેજ અન્ય એક આતંકીને સેનાએ જીવતો પકડી પાડ્યો છે. જેને આજે ભારતીય સેના દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવશે. જોકે આ ઓપરેશનમાં સેનાના 3 જવાનો ખુબ જ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા પણ હથલંગા જંગલ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેઓ ઘૂસણખોરી બાદ ઘુસી ગયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. તે જ સમયે, 18 સપ્ટેમ્બરના રોજ, ઉરી સેક્ટરમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને એલર્ટ સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો.
સોમવારે, સેનાની 15 મી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ કહ્યું કે, ઉરી સેક્ટરમાં આતંકવાદી ઘૂસણખોરી અંગે લોકોને ગભરાવાની જરૂર નથી. આ પ્રકારના ષડયંત્રનો સામનો કરવા માટે સેના સંપૂર્ણપણે તૈયાર છે.
બારામુલ્લાના બોનિયારમાં તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકોને LOC પરની પરિસ્થિતિ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આર્મી એલઓસી પર અથવા અંતરિયાળ વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજાગ અને તૈયાર છે. કાશ્મીરના લોકો અલગતાવાદીઓની રમત સમજી ગયા છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે. પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે અને હોટલોમાં બુકિંગ પણ સારું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.