તારીખ 26 માર્ચના રોજ સુરતના વેસુ વિસ્તારમાં બનેલી ઘટનાએ હાલ વેગ પકડ્યો છે. સુરતની પ્રખ્યાત અતુલ બેકરીના (Atul Bakery owner Atul Vekaria) માલિક અતુલ વેકરીયાએ બેફામ રીતે કાર હંકારી એકસાથે 4 લોકોને અડફેટે લીધા હતા અને એક યુવતીનું મોત પણ થયું હતું. આ યુવતીના મોતના કારણે અને અતુલ વેકરિયા જેવા પૈસાદાર અને રાજકીય વગ ધરાવનાર લોકો નશાની હાલતમાં આવું કૃત્ય કરનારાઓ સામે લોકોએ ખુબ રોષ બતાવ્યો છે, અને આ યુવતીને ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલ ઉર્વશીની બહેને હાલ સોસીયલ મીડિયા પાસે ન્યાયની અપીલ કરી છે.
રોશની ચૌધરીએ ફેસબુકમાં એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, ‘મારી નાની બહેનના આકસ્મિક મૃત્યુથી અમારો પરિવાર ખુબજ આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. એકમાત્ર ઉર્વશીનો જીવ નથી ગુમાવ્યો એના જીવ સાથે અમે અમારા આખા પરિવારનો જીવ ગુમાવી બેઠા છે, મારી બેન અમારા માટે અમારી દુનિયા હતી. એ નથી તો આજે અમારે માટે કઈ નથી. મારી બહેને તો હજુ જીવન જીવવાની શરૂઆત કરી હતી. અમારી લાડકી બેનનો જીવ ગુમાવવો પડ્યો, એ પણ બીજાની ભૂલના લીધે. અને અમે એને ન્યાય અપાવી શકીએ એમ પણ નથી. ઉર્વશીને આપવા માટે અમારી પાસે કઈ નથી, માત્ર એક ન્યાય જ છે.’
વધુમાં કહેતા જણાવ્યું છે કે, ‘કારણ માત્ર એટલું કે આપણી દુનિયામાં કોઈ વ્યક્તિના જીવ કરતા પૈસો મોટો છે? હવે એવું કહેવું પણ અતિશયોક્તિ નથી કે જીવ પણ વહેંચાય છે. અતુલ વેકરિયા જેવા પૈસાદાર અને રાજકીય વગ ધરાવનાર લોકો નશાની હાલતમાં આવું કૃત્ય કરે અને પૈસાના જોરે લોકોને વહેંચાતા જાય છે અને પોતાના ગુના ઉપર પડદો નાખી સમાજમાં ખુલ્લેઆમ ફરે છે. અમે તો ખુબજ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારી પાસે એટલો પૈસો કે રાજકીય વગો નથી કે અમે એના માટે લડી શકીએ. પણ હું દેશના લોકોને એટલું પૂછવા માંગુ છું કે નાના ગરીબ કે મધ્યમ પરિવારમાં આવતા લોકોના જીવનું કોઈ મહત્વ નથી? શું પૈસા છે તો જ બધુ છે? શું પૈસા છે તો તમે કોઈનો પણ જીવ લઈ શકો? શું પૈસો હોય તો જ અમે ઉર્વશીને ન્યાય અપાવી શકશું? શું અતુલભાઈ વેકરિયા પૈસાથી અમારી બેનનો જીવ પાછો અપાવી શકે છે?’
સુરત પોલીસ પર પણ ઉઠ્યા સવાલો…
રોશનીએ વધુમાં કહેતા જણાવ્યું છે કે, ‘સુરત પોલીસ પર પણ સવાલો ઉઠાવવા વ્યાજબી છે અને ઉઠવા જ જોઈએ. ગરીબ માણસ કે કોઈ મઘ્યમ વર્ગના લોકો કોઈ ગુનો કરે ત્યારે ખૂબ જ સારી રીતે સુરત પોલીસ તપાસ કરી સજા અપાવી તેને કાયદાનું ભાન કરાવે છે, પરંતુ અહીં સુરત પોલીસ પર પ્રશ્ન થાય છે કે આ કાયદાનું ભાન માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માટે જ છે? પૈસાદાર અને રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકો માટે નહિં? આવા લોકો પોતાની વગ ના કારણે ગુનાઓ કરતા જાય અને ખુલ્લેઆમ ફરતા રહે એ જોતાં તો એવું જ લાગે છે કે આવા લોકોને કાયદાનું ભાન કરાવવા સુરત પોલીસ પણ ક્યાંકને ક્યાંક નબળી સાબિત થઈ છે. આ બાબતે સુરત પોલીસને એક જાગૃત નાગરિક તરીકે મારી એટલી જ અપીલ છે કે આવા લોકોને સજા અપાવવા પૂરું જોર લગાવે દબાણથી પરે થઈ આ બાબતે એક દીકરી અને પરિવારને ન્યાય અપાવે.’
આ સાથે જ રોશનીએ જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે, ‘ફરી કોઈ પરિવારમાં અતુલ વેકરિયા જેવા લોકોના કારણે પરિવારનાં કોઈ સભ્ય ને ગુમાવવો ના પડે માટે ઉર્વશીને ન્યાય અપાવવા તેમજ તેમના પરિવારને ન્યાય અપાવવા બહોળા પ્રમાણમાં સમર્થન આપે જેથી કરીને ભવિષ્યમાં કોઈની સાથે આવું ના થાય અને ગુનેગારને ન્યાય પાલિકા દ્વારા યોગ્ય સજા પાડવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.