અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ – લોકોને અપીલ કરતા પોલીસે કહ્યું…

અમેરિકા(America)ના કેલિફોર્નિયા(California)માં ભારતીય મૂળના ચાર લોકોના અપહરણ(Kidnapping)ના સમાચાર છે. અપહરણ કરાયેલા લોકોમાં એક આઠ મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના સોમવારે કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટી(Merced County)માં બની હતી. કાઉન્ટીના શેરિફ ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અપહરણ કરાયેલા લોકોમાં જસદીપ સિંહ (36), તેની પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની પુત્રી આરુહી ધેરી અને 39 વર્ષીય વ્યક્તિ અમનદીપ સિંહનો સમાવેશ થાય છે.

પોલીસનું કહેવું છે કે આ ચાર લોકોને સાઉથ હાઈવે 59 પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે શંકાસ્પદ અપહરણકર્તા ખતરનાક અને સશસ્ત્ર છે. ABC 30 ના અહેવાલ મુજબ, આ ઘટના અંગે વધુ માહિતી બહાર આવી નથી કારણ કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

અપહરણ કરનાર હજુ સુધી બહાર આવ્યો નથી કે અપહરણ પાછળનો હેતુ પણ સામે આવ્યો નથી. શેરિફ ઓફિસ તરફથી સોમવારે જારી કરાયેલા નિવેદનમાં સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચે.

જણાવી દઈએ કે વર્ષ 2019માં ભારતીય મૂળના ટેકનિશિયન તુષાર અત્રે તેની ગર્લફ્રેન્ડની કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અમેરિકામાં ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક દ્વારા કેલિફોર્નિયામાં તેના ઘરેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણના થોડા કલાકોમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *