ગુજરાત પોલીસનું ગૌરવ: ભૂમિકા ભૂત અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ વિશ્વનું 8મુ સૌથી ઊંચું શિખર Manaslu સર કર્યું

મોરબી (Morbi): સમગ્ર ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાંથી પ્રથમ વખત મોરબી પોલીસ(Morbi Police) બેડાના બે જાબાઝ અને નીડર પોલીસ કર્મચારીઓએ માઉન્ટ મનાસ્લુ (Mount Manaslu)ના 7000 મીટર ઉપર ચઢીને રાષ્ટ્રધ્વજ ફરકાવી રેકોર્ડ સર્જ્યો છે. સમગ્ર ગુજરાત પોલીસમાંથી મોરબી પોલીસના બે કર્મચારીઓએ આ પ્રથમ વખત અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે.

ગુજરાત પોલીસમાંથી પહેલી વખત વિશ્વનો 8માં નંબરનો પહાડ માઉન્ટ મનાસ્લુના 7000 મીટરની ઉંચાઈ ચઢીને ભારતનો રાષ્ટ્રધ્વજ અને ગુજરાત પોલીસનો ફ્લેગ ફરકાવી રેકોર્ડ સર્જ્યો હતો. મોરબી પોલીસ કર્મચારી ભુમિકા દુર્લભજીભાઈ ભુત (પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ ક્વાર્ટર, ચાંચાપર ગામ મોરબી) તથા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા (ગામ કોયલી-પોલીસ કોન્સ્ટેબલ, તાલુકા પોલીસ સ્ટેશન,કોયલી,મોરબી)એ પોતાના નામે આ રેકોર્ડ કર્યો છે. અને સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે.

મોરબી પોલીસના બે કર્મચારીઓ જેને હાંસિલ કરી અનોખી સિદ્ધિ:
1.ભુમિકા દુર્લભજીભાઈ ભુત (પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ ક્વાર્ટર, ચાંચાપર ગામ મોરબી)
2.પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા (ગામ કોયલી-પોલીસ કોન્સ્ટેબલ, તાલુકા પોલીસ સ્ટેશન,કોયલી,મોરબી)

બંને પોલીસ કર્મચારીએ ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું:
7000 મીટર ઉપર ચઢીને રાષ્ટ્રધ્વજ ફરકાવી મોરબી પોલીસનું તો ગૌરવ વધાર્યું જ છે સાથે ગુજરાત પોલીસનું પણ નામ રોશન કર્યું છે. ત્યારે આ અનોખી સિદ્ધિ આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *