US President Joe Biden falls, Colorado: રાષ્ટ્રપતિ જો બિડેન (U.S. President joe biden) ગુરુવારે કોલોરાડોમાં એરફોર્સ એકેડમી (US Air Force Academy graduation ceremony) માં સ્ટેજ પર જ અચાનક ઠેબુ આવતા ઢળી પડ્યા હતા. હાલ દુનિયાભરમાં મહાસત્તાના રાષ્ટ્રપતિનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને પગલે રાષ્ટ્રપતિ જો બિડેન ને કોઈ ઈજા તો નથી થઇ, પરંતુ તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. ૮૦ વર્ષીય જો બિડેન લશ્કરી એકેડેમીના સ્નાતકોને પ્રારંભ ભાષણ આપ્યું હતું, તે કેડેટ સાથે હાથ મિલાવ્યા પછી તેમની સીટ તરફ પાછા જઈ રહ્યા હતા ત્યાં અચાનક ઠેબુ આવ્યું અને ત્યાં જ પડી ગયા. (Joe Biden falls)
વાયુસેનાના કર્મચારીઓએ તેમને મદદ કરી અને તેમને ઉભા કર્યા. પરીસ્થિતિ જોઇને એવું લાગતું ન હતું કે તેમને વધુ મદદની જરૂર છે. ઉઠતાની સાથે જ તેણે તે વસ્તુ તરફ ઈશારો કર્યો જેની સાથે તેઓ ટકરાયા હતા. ખરેખરમાં આ વસ્તુ નાની કાળી રેતીની થેલી જેવું હતું.
Joe Biden took a NASTY fall at the Air Force Academy commencement ceremony!!! pic.twitter.com/DnTCS50onu
— Graham Allen (@GrahamAllen_1) June 1, 2023
વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર બેન લાબોલ્ટે પાછળથી ટ્વીટ કર્યું હતું કે “તેઓ ઠીક છે. જ્યારે તેઓ હાથ મિલાવતા હતા, ત્યારે પોડિયમ પર રેતીની થેલી હતી.” પાછળથી એરફોર્સ વન અને મરીન વન પર વ્હાઇટ હાઉસ પરત ફરતા,ત્યારે બિડેન ફરી એકવાર ઘાયલ થયા. હેલિકોપ્ટરમાંથી બહાર નીકળતી વખતે તેમનું માથું દરવાજા સાથે અથડાયું હતું.
તમને જણાવી દઈએ કે, બિડેન રાષ્ટ્રપતિ પદ સંભાળનાર અત્યાર સુધીના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે અને 2024ની ચૂંટણીમાં બીજી મુદત માટે ઇચ્છી રહ્યા છે. આ વર્ષે તેમના સત્તાવાર ડૉક્ટરના રિપોર્ટમાં તેમને શારીરિક રીતે ફિટ જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ નિયમિત કસરત કરે છે. નવેમ્બર 2020 માં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમની ચૂંટણી જીત્યાના થોડા સમય પછી, બિડેન તેમના પાળેલા ડોગ સાથે રમતા રમતા ઘાયલ થયા હતા અને તેમનો પગ ભાંગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.