આજે એટલે કે, 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલ જો બાઈડન રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે ત્યારે હાલમાં એમનાં જીવનકાળ ને લીએ કેટલીક જાણકારીઓ સામે આવી રહી છે. ઘણીવાર જીવન આપણી કડક પરીક્ષા લેતું હોય છે.
આવાં મુશ્કેલીના સમયમાં ખાસ કરીને ગરીબી, દુઃખો તથા જવાબદારીઓને લીધે આપણાં સપનાં ક્યાંક દબાઈ જતાં હોય છે પણ આવી જ તમામ પરિસ્થિતિ જે લોકો બાઈડનની જેમ પસાર કરી લેતાં હોય છે તેઓ દુનિયાની તમામ ખુશી મેળવી શકે છે. અમેરિકાના નવા પ્રેસિડન્ટ જો બાઈડનના જીવનની મુસાફરી પણ આવા જ એક જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમને પણ નાનપણ કેટલીક મુશ્કેલી તથા જવાનીમાં જવાબદારીઓનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર વિશ્વનાં સૌથી તાકાતવર દેશના સર્વોચ્ચ સ્થાને બેસનાર જો બાઈડનનો જન્મ 20 નવેમ્બર વર્ષ 1942માં સ્કેંટન, પેન્સિલવેનિયા, અમેરિકામાં થયો હતો.
તેમનું આખું નામ જોસેફ રોબિનેટ બાઈડન જુનિયર રહેલું છે. તેમના પિતાનું નામ જોસેફ આર બાઈડન છે. આપને જાણીને આશ્વર્ય થશે કે, તેઓ ખૂબ મધ્યમ પરિવારમાંથી આવે છે. બાઈડનના પિતા ઘર ચલાવવા માટે ભઠ્ઠીઓનું સફાઈકામ કરતા હતા તેમજ ખાલી પડેલ સમયમાં સેલ્સમેનનું કામ પણ કરતા હતા.
તેમની જેમ બાઈડનને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે કોઈને કોઈ કામ કરવું જરૂરી બન્યું હતું. તેઓ પોતાની સ્ટડી શરુ રાખવા માટે તેમની સ્કૂલની બારીઓ લૂછવાનું કામ કરતા હતા. બાઈડન જ્યારે 13 વર્ષના થયા ત્યારે તેમનો પરિવાર પેન્સિલવેનિયાથી ન્યૂ કૈસલ કાઉન્ટી, ડેલાવેરમાં શિફ્ટ થયો હતો.
અહીં ડેલાવેર વિશ્વવિદ્યાલયમાં તેમણે ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી હતી. અહીં બાઈડનના જીવનમાં નેલિયા હંટરનો પ્રવેશ થયો તેમજ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બાઈડને વર્ષ 1968માં સિરૈક્યુઝ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાની ડીગ્રી લઈને વકાલતની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
આની સાથે જ તેમણે નેલિયાની સાથે લગ્ન પણ કરી લીધા હતાં. વર્ષ 1970ની આસપાસથી જ તેઓ રાજકીય ક્ષેત્રમાં કાર્યરત થવા લાગ્યા હતાં ત્યારે તેમની ન્યૂ કૈસલ કાઉન્ટીમાં પસંદગી કરવામાં આવી હતી. બાઈડન વર્ષ 1972માં માત્ર 29 વર્ષે ઉંમરે ડેલાવેરથી અમેરિકન સિનેટ તરીકે ચૂંટાઈ ગયાં હતા.
તેઓ અમેરિકન ઈતિહાસમાં પાંચમાં સૌથી નાની ઉંમરના સિનેટર બન્યા હતા પણ ત્યારે જ તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એક માર્ગ અકસ્માતમાં તેમની પત્ની તેમજ ફક્ત દોઢ વર્ષીય દીકરીનું અવસાન થયું હતું તેમજ બંને દીકરા ઘાયલ થયા હતા.
આ તેમના માટે ખૂબ ખરાબ સમય સાબિત થયો હતો. તેઓ બધું ભૂલીને સિંગલ ફાધર બનીને બંને દીકરાની જવાબદારી સંભાળી રહ્યા હતા. આવાં સમયમાં તેઓ ડિપ્રેશનમાં પણ જતા રહ્યા હતા તેમજ તેમણે ઘણીવખત તો આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
5 વર્ષ બાદ તેમણે જિલ જેબેક્સની સાથે લગ્ન કર્યા હતાં તેમજ ધીરે-ધીરે તેમનું જીવન પાટા પર આવવા લાગ્યું હતું. તેઓ ઘણાં વર્ષો સુધી રાજકારણની સાથે જોડાયેલા રહ્યા હતાં પણ ત્યારે ફરી એકવાર તેમના જીવનમાં વાવાઝોડું આવ્યું તેમજ ડેમોક્રેટિક રાઈઝિંગ સ્ટાર તથા તેમના દીકરા બ્યૂનું 46 વર્ષની નાની ઉંમરમાં વર્ષ 2015માં બ્રેન-કેન્સરને લીધે મોત થયું હતું.
બાઈડનના દીકરા બ્યૂ અમેરિકન રાષ્ટ્રપતિ બનવાનું સપનું જોતા હતા. દીકરાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું નક્કી કર્યું અને 77 વર્ષની ઉંમરે એટલે કે, આજે શપથ ગ્રહણ બાદ એમનું આ સપનું પૂર્ણ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle