અનોખાં વિવાહ: અમદાવાદી યુવકનો 36 વર્ષે 52 વર્ષીય મહિલાની સાથે મેળ પડતાં બંનેએ કર્યાં લગ્ન

રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. 36 વર્ષીય કુંવારા યુવાને છૂટાછેડા લીધેલી 52 વર્ષીય મહિલાની સાથે અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન કર્યા છે. વરવધૂની વચ્ચે કુલ 16 વર્ષનો તફાવત રહેલો છે. કન્યા જણાવે છે કે, પહેલાંના પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઈ લીધા હતા.

ત્યાબાદ 81 વર્ષના વૃદ્ધ માતા-પિતાની સાથે 20 વર્ષ રહીને તેમની સેવા કરી હતી. અનુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ એક સેમિનારમાં બંનેની મુલાકાત થઈ હતી. મહિલાનું જણાવવું છે કે, વાતચીત વખતે 36 વર્ષના યુવકનો સ્વભાવ તથા રહેણીકરણી એકસમાન લાગતા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય પણ લાગણીને ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી.

લાગણીને ઉંમરની સાથે કોઈ લેવાદેવા નથી હોતી :
ભલે મારી ઉંમર 52 વર્ષની હોય પણ અમારું એક સંતાન આવે તેવો પ્રયાસ ચોક્કસપણે કરીશું. સમગ્ર રાજ્યમાં અમે લોકો સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે, ઉંમરને લાગણી વચ્ચે કોઈ લેવા દેવા હોતી નથી. 52 વર્ષીય મમતા ભટ્ટના જણાવ્યા પ્રમાણે મારા ભૂતકાળના 12 વર્ષના લગ્નજીવનમાં મેં ફક્ત ત્રાસ સહન કર્યો હતો પણ હવે મને સાચો જીવનસાથી મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.

ઈશ્વર ખુદ નથી આવતા પણ કોઈક વ્યક્તિને નિમિત્ત બનાવીને મોકલતાં હોય છે. મારા જીવનમાં ભાવિન એવી જ રીતે આવ્યા હોય તેમ લાગે છે. આમ, આવી નિ:સ્વાર્થ ભાવનાં સાથે એકબીજાને સમજીને બંનેએ લગ્ન કરી લીધા છે. રાજ્યમાં દંપતીની ખુબ ચર્ચા થઈ રહી છે.

ઈશ્વર ઉપરથી જ જોડું નક્કી કરીને મોકલે છે:
36 વર્ષીય યુવાન ભાવિન રાવલ જણાવે છે કે, આટલા વર્ષે પણ મને ગોલ્ડ મળ્યું હોય તેવો અનુભવ થાય છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય પણ અમારા વિચાર, સ્વભાવ તથા લાગણી એકસમાન છે. કોઈક એ સાચું જ કહું છે કે , જોડી ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે”.

ઉંમર ભલે મોટી હોય પણ મનની સુંદરતા વધારે મહત્વ ધરાવતી હોય છે. અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કર્યા પછી નક્કી કર્યું હતું કે, હવે આગળનું જીવન સાથે પસાર કરીશું. મારી પત્ની મોટી ઉંમરના હોવાને કારણે, ઘરના બધા લોકોને સમજાવવા પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *