અમેરિકા આવ્યું ભારતની મદદે, કહ્યું- ભારતના શહીદોની બહાદૂરી અને સાહસને ક્યારેય ભૂલાશે નહીં

ભારત-ચીન સરહદ પર છેલ્લા 45 વર્ષમાં જે બન્યું ન હતું, તે 16 જુને રાત્રે થયું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હતા. લદ્દાખની 14 હજાર ફૂટ ઉંચી ગાલવાન ખીણમાં વિશ્વના બે પરમાણુ શક્તિ ધરાવતા દેશ વચ્ચે આ અથડામણ થઈ હતી. ગાલવાન વેલી તે વિસ્તાર છે જ્યાં 1962 ના યુદ્ધમાં 33 ભારતીયો મૃત્યુ પામ્યા હતા.

છેલ્લા 41 દિવસથી બોર્ડર પર તણાવ હતો. તેને ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન, 15 જૂનની સાંજથી તણાવ વધ્યો હતો. ભારતીય સેના વાટાઘાટો કરવા ગઈ હતી, પરંતુ ચીની સેનાએ અચાનક હુમલો કર્યો હતો.

આ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ લદ્દાખમાં ચીનની સરહદ ઉપર શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે, અમે ચીન સાથે તાજેતરમાં થયેલા વિવાદમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે સૈનિકોને હંમેશા યાદ રાખીશું, જેમનો પરીવાર, નજીકના લોકો શોકમાં ડૂબેલા છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે પણ શોક વ્યક્ત કર્યો

ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે પણ શહીદ સૈનિકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે અમે ગલવાનમાં શહીદ સૈનિકોના પરીવાર માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમની બહાદૂરી અને સાહસને ક્યારેય ભૂલાશે નહીં.

અમેરિકાના સાંસદે કહ્યુ- ચીનની સેનાએ ભારતના સૈનિકોને ઉશ્કેર્યા

અમેરિકાના સાંસદ મિચ મેક્કોનેલે કહ્યું કે, એવું લાગે છે કે ચીનની સેનાએ ભારતના સૈનિકોને ઉશ્કેર્યા હશે, આના કારણે જ બન્ને દેશ વચ્ચે 1962 બાદ અત્યાર સુધીની સૌથી મોટી હિંસક અથડામણ થઈ છે. બે એટમી તાકત ધરાવતા દેશો વચ્ચે થયેલો વિવાદ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચીનની સેના ઘણા દેશની સરહદમાં ધૂસવાની કોશિશ કરી ચૂકી છે.

ભારતીય સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે, લદ્દાખમાં ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા 18 સૈનિકોને લેહની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ જવાન 15 દિવસ પછી પોતાના કામ પર પરત ફરવાની સ્થિતિમાં હશે. તમામ જવાનોની તબીયત સ્થિર છે. 58 સૈનિકોને બીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બધા સૈનિકો એક અઠવાડીયામાં ડ્યુટી જોઈન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *