15 વર્ષના છોકરાએ ગુપ્તાંગમાં નાખી દીધો USB કેબલ અને પછી જે થયું તે જાણીને તમારી આંખો પહોળી થઇ જશે

આંતરરાષ્ટ્રીય(International): ક્યારેક બિનજરૂરી પ્રયોગો(Unnecessary experiments) માટે ભારે કિંમત ચૂકવવી પડે છે. લંડન(London)માં, એક 15 વર્ષના છોકરાને એક વિચિત્ર પ્રયોગને કારણે તેના ગુપ્તાંગ(Private part)માં યુએસબી કેબલ(USB cable) અટકી ગયું. તેને શરીરમાંથી બહાર કાઢવા માટે ડોક્ટરોએ સર્જરીનો આશરો લેવો પડ્યો. ડોક્ટરોએ જણાવ્યું કે, છોકરો યુએસબી કેબલથી તેના ગુપ્તાંગની લંબાઈ માપી રહ્યો હતો.

રિપોર્ટ અનુસાર, આ પ્રયોગ બાળક માટે ખતરનાક સાબિત થયો જ્યારે પહેલેથી જ ગૂંથેલી કેબલ તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગઈ. યુએસબી કેબલના બંને છેડા પ્રાઇવેટ પાર્ટની અંદર ગયા હતા, તેથી તેને શરીરમાંથી કાઢવું ખૂબ જ મુશ્કેલ હતું.

યુએસબી કેબલ અટકી ગયા પછી, બાળકે તેને દૂર કરવાનો ભારે પ્રયાસ કર્યો, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે તેને પેશાબ દરમિયાન લોહી નીકળવાનું શરૂ થયું. આ જોઈને પરિવાર ડરી ગયો અને તેઓ તેને તરત જ હોસ્પિટલ લઈ જવા માટે દોડી પડ્યા. યુરોલોજી કેસના રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, યુએસબી કેબલ ગુપ્તાંગમાં એટલી ફસાઈ ગઈ હતી કે ડોક્ટરો તેને ખાસ સાધનોની મદદથી પણ દૂર કરી શક્યા ન હતા.

બાળકની હાલત બગડતી જોઈને તેને તાત્કાલિક યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ, લંડનમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાળકે વિનંતી કરી કે તેની માતાની ગેરહાજરીમાં તેનું ઓપરેશન કરવામાં આવે. તેણે ડોકટરોને એમ પણ કહ્યું કે, તેણે જાતીય ઉત્સુકતામાંથી તેના ગુપ્તાંગને માપવા માટે આ કર્યું છે.

એક્સ-રે રિપોર્ટમાં યુએસબી કેબલની સાઈઝ અને પોઝિશન વિશે ડોક્ટરોને ખબર પડી. આ પછી બાળકને તાત્કાલિક સર્જરી માટે મોકલવામાં આવ્યો. સર્જનએ ચીરો લગાવીને કેબલની ગાંઠને બહાર કાઢી. આ પછી બાકીના યુએસબી ભાગને બહાર કાઢવામાં સફળ થયા હતા.

સર્જરી દરમિયાન બાળકને કોઈ જટિલતા નહોતી. સ્વસ્થ થયા પછી, બાળકને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સર્જરીના બે સપ્તાહ બાદ ફોલો-અપ સ્કેનમાં ડોક્ટરોએ કહ્યું કે, બાળકને કોઈ કાયમી નુકસાન થયું નથી. જો કે, ભવિષ્યમાં સતત તેની દેખરેખ રાખવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *