ધનતેરસ પર કરો મીઠાંના આ 5 ઉપાય, દરિદ્રતા કરશે દૂર; ખોલશે કિસ્મત

Dhanteras 2024: આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના દિવસે છે. આ દિવસે કરવામાં આવેલા અને શાસ્ત્રોમાં સૂચવેલા ખાસ ઉપાયો તમારી ગરીબી દૂર કરી શકે છે. જેમાં અમુક (Dhanteras 2024) ઉપાયો મીઠાના પણ છે. જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનું ખૂબ મહત્વ દર્શાવેલું છે.

શુક્ર સંબંધીત છે મીઠું
મીઠાનો શુક્ર સાથે સીધો સંબંધ છે. આગ્રહ આપણને રૂપિયા અને સમૃદ્ધિ આપે છે. એટલા માટે જ આપણા વડીલો ધનતેરસના દિવસે વહેલી સવારે મીઠાની ખરીદી કરે છે. તેથી તમારે પણ મીઠાની ખરીદી કરવી જોઈએ.

ધન લાવવા માટે ઉપાયો
ધનતેરસના દિવસે વહેલી સવારે મીઠું ખરીદી તેને ઘરે લાવો અને તેને એક કાચના નાના બાઉલમાં ભરી ઘરના પૂર્વ ખૂણામાં રાખો. તેનાથી ઘરના વાસ્તુદોષમાં સુધારો તો થશે જ સાથે સાથે ધીમે ધીમે ગરીબી પણ દૂર થશે.

નેગેટીવ એનર્જી દૂર થશે
જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે તો તમે ધનતેરસના દિવસે પાણીમાં થોડું મીઠું ઓગાળીને તે પાણીથી આખા ઘરની સફાઈ કરો. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધી છે અને શુભ ફળ આપશે.

ચિંતા દૂર કરવા માટે નો ઉપાય
ધનતેરસના દિવસે આખો મીઠું ખરીદી લાવો અને દિવાળીના દિવસે તેને પૂજા સ્થળ પર મૂકી દો, બાદમાં તેને ઘરના એવા ભાગમાં મૂકો જ્યાં અંધારું ખૂબ વધારે રહેતું હોય. જેનાથી તમારી ચિંતા દૂર થશે.

બિઝનેસના વિકાસ માટેનો ઉપાય
ધંધામાં પ્રગતિ કરવા માટે ધનતેરસના દિવસે આ મીઠાનું એક કાગળમાં પડીકુ બનાવી તેને ઈશાન કોણમાં રાખો જે કોઈને દેખાઈ નહીં તેવી રીતે મૂકો. આમ કરવાથી તમારો ધંધો ખૂબ વધશે.

દેવામાંથી મુક્તિ માટેનો ઉપાય
જો તમારા માથે દેવું થઈ ગયું હોય તો તમે ધનતેરસના દિવસે એક કાચના ગ્લાસમાં પાણી અને મીઠું મિક્સ કરી ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં આ ગ્લાસ રાખી દો. આવું કરવાથી તમારું દેવું દૂર થશે.