મોબાઇલમાં મોઢું નાખીને રોડ ક્રોસ કરી રહ્યો હતો યુવક, કારે દડાની જેમ ઉછાળ્યો- જુઓ મોતનો LIVE વિડીયો

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના પીલીભીત(Pilibhit)થી એક માર્ગ અકસ્માત(Accident)નો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોના રુંવાડા પણ બેઠા થઇ ગયા હતા. ગત રાત્રે એક યુવક મોબાઈલ લઈને…

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના પીલીભીત(Pilibhit)થી એક માર્ગ અકસ્માત(Accident)નો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોના રુંવાડા પણ બેઠા થઇ ગયા હતા. ગત રાત્રે એક યુવક મોબાઈલ લઈને હાઈવે પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી એક ફોર વ્હીલરે યુવકને ટક્કર મારી હતી. કારની ટક્કરમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું બરેલીમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થઈ ગઈ હતી.

બપોરે 12:00 વાગ્યે બની હતી આ ઘટના:
અત્રે ઉલ્લેખનીય છે કે, બિસલપુર શહેરના મહોલ્લા ગ્યાસપુરમાં રહેતો ઇર્શાદ ઉર્ફે કુલુ પુત્ર સદ્દીક (22 વર્ષ) મોડી રાત્રે તેની બહેનના ઘરેથી મોબાઇલ ચલાવતા ચલાવતા પરત આવી રહ્યો હતો અને બપોરે 12 વાગ્યાની આસપાસ રોડ ક્રોસ કરતી વખતે પાછળથી પુરપાટ ઝડપે આવતી કારે તેને જોરદાર ટક્કર મારી હતી.

કેટલાય ફૂટ દૂર જતાં યુવક પડી ગયો હતો
કારની ટક્કરને કારણે યુવક કેટલાય ફૂટ દૂર જઈને નીચે પટકાયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત ઈર્શાદના ઘરે જાણ કરી હતી.

ઇર્શાદનું સારવાર દરમિયાન મોત થયું હતું:
ઘટનાસ્થળે પહોંચેલા સંબંધીઓએ તેને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ઇર્શાદનું મોત થયું હતું. પુત્રના મોતને કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ:
કારની જોરદાર અથડામણમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના ચોકડી પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત ઇર્શાદના ઘરે જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલા સંબંધીઓ તેને ઉતાવળમાં બરેલી લઈ ગયા અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં સારવાર દરમિયાન ઈર્શાદનું મોત થયું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *