સાબરમતીમાં એટલો મોટો ધડાકો થયો કે ધ્રુજી ઉઠ્યું આખેઆખું અમદાવાદ, થોડીવારમાં કેટલાય હેલિકોપ્ટરો…

અમદાવાદ(Ahmedabad): એક વર્ષ પછી ગુજરાતમાં ડિફેન્સ એક્સપો(Defense Expo) યોજાવવા જઈ રહ્યો છે, જે હેઠળ અમદાવાદમાં એર શો(Air Show Ahmedabad)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ એર શો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront) ખાતે  યોજાશે. હાલમાં જ સાબરમતી નદીમાં એક બ્લાસ્ટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પહેલી નજરે જોવામાં આવે તો આ બ્લાસ્ટ જાણે કોઈ યુદ્ધ દરમિયાન થયો હોય તેવું લાગી રહ્યું છે.

અચાનક આગની જ્વાળાઓ એટલી મોટી થઈ ગઈ અને એટલો મોટો ધડાકોથયો કે 500 મીટરની ત્રિજ્યામાં આવેલાં મકાનોનાં બારી-બારણાં પણ હચમચવા લાગ્યા હતાં. જો વાત કરવામાં આવે તો 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી એર શો યોજાવવા જઈ રહ્યો છે. જેને લઈને એરફોર્સ અને આર્મી દ્વારા રિવરફ્રન્ટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

ડિફેન્સ એક્સપો 2022 યોજાવા જઈ રહ્યો છે, જેને કારણે પોલીસ અને જુદી-જુદી એજન્સીઓ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સતત એક અઠવાડિયાથી ચાલી રહેલા રિહર્સલથી લોકો મંત્રમુગ્ધ થઇ ગયા છે, પરંતુ આ ફક્તને ફક્ત રિહર્સલ હતું. હવે 18થી 22 દરમિયાન એનો રિયલ અને અનોખો અંદાજ સામે આવશે, જેની અલગ જ ઓળખ છે. અમદાવાદ સાબરમતી નદીની બંને બાજુ ઊડતાં ડિફેન્સનાં હેલિકોપ્ટરના અવાજ તેમજ નદીમાં થતા બ્લાસ્ટ એક અનોખી જ ઓળખ બનવા જઈ રહ્યા છે.

અમદાવાદમાં આ અગાઉ ક્યારેય પણ સાબરમતી નદીમાં આ પ્રકારનાં આયોજન કરવામાં આવ્યા નથી, ત્યારે આ વખતે થઈ રહેલા કાર્યક્રમમાં કઈ અલગ જ વાતાવરણ સર્જાવા જઈ રહ્યું છે. રવિવારના રોજ સાંજે સાબરમતી નદીમાં એક ડેમોન્સ્ટ્રેશન દરમિયાન લોકોને ધ્રુજાવી દે એવા અહેસાસ થયા હતા.

નદીમાં થયેલો એક બ્લાસ્ટ જાણે કોઈ યુદ્ધના મેદાનમાં થયો હોય એવો લાગી રહ્યો હતો અને એની આગની જવાળાઓ 100થી 150 મીટર ઉપર સુધી ગઈ હતી. આ ધડાકા દરમિયાન એટલો તીવ્ર અવાજ અને ધ્રુજારી થઈ હતી કે 500 મીટરની ત્રિજ્યામાં આવેલાં મકાનોનાં બારી-બારણાં હચમચવા લાગ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, એર શોમાં ઇન્ડિયન એરફોર્સનું બેસ્ટ હેલિકોપ્ટર સારંગ આ વખતે કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે નાનાં-નાનાં હેલિકોપ્ટર દ્વારા પણ વિવિધ કરતબ પણ કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે રેસ્ક્યૂનું પણ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, જે એર શોમાં એક આકર્ષણ બની રહેશે. માત્ર એટલું જ નહી ઇન્ડિયન નેવીનું સી કિંગ હારપૂન હેલિકોપ્ટર પણ રોજ સાંજે રિવરફ્રન્ટ પર રિહર્સલ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. રિવરફ્રન્ટ પર NDRF અને ફાયરની ટીમ તકેદારીના ભાગરૂપે રાખી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *