ગુજરાત(Gujarat): આણંદ(Anand)ના વેપારીએ વ્યાજખોરો(Usury)ના આંતકથી કંટાળીને ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જોકે, સમગ્ર ઘટનાને લઈને હાલ રહસ્ય સર્જાયું છે. વેપારી પાસેથી એક સુસાઇડ નોટ(Suicide note) પણ મળી આવી હતી. જોકે, આ સુસાઇડ નોટ ક્યાંથી મળી આવી તેવા પોલીસના પ્રશ્નને લઈને અસમંજસ સર્જાવવા પામ્યું છે. હાલમાં સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી.
મળતી માહિતી અનુસાર, આણંદની પાધરીયા સોસાયટી સ્થિત શબનમ સોસાયટીમાં 57 વર્ષના શોકતમિયાં સિંકદરમીંયા મલેક રહે છે. તેઓ આણંદ રેલવે સ્ટેશન નજીક શબનમ પાન સેન્ટર નામની પાનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને બે સંતાન છે. મંગળવારના રોજ તેમનો મૃતદેહ ગોધરા રેલવે ટ્રેક પાસેથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસના જણાવ્યા મુજબ, ગોધરા બાજુ જઈ રહેલી માલગાડી નીચે વ્યાજખોરોના આંતકથી આધેડે પડતું મૂક્યું હતું. જોકે, સમગ્ર બનાવ અંગે મોડી સાંજે પરિવારજનો દ્વારા સુસાઇડ નોટ પણ રજૂ કરવામાં આવી હતી.
સુસાઇડ નોટમાં ત્રણેક વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમના ત્રાસથી કંટાળીને તેઓ આપઘાત કરી રહ્યા હોવાનું લખ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે સુસાઇડ નોટ મળી આવી નહોતી. પરંતુ ત્યારબાદ પરિવારજનોએ તેને પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જેને કારણે સુસાઇડ નોટ ક્યાંથી મળી આવી તેવા પોલીસના પ્રશ્નને લઈને તર્ક વિતર્ક શરુ થયા છે. બીજી બાજુ સમગ્ર મામલે પરિવારજનોએ કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરાવી નથી તેમ કહેતાં હાલમાં આ મામલાને લઈને કોઈ ફરિયાદ દાખલ થઇ નથી.
મળતી માહિતી અનુસાર, જુદા જુદા ત્રણ લોહીવાળા કાગળ મળી આવ્યા છે, જેમાં વ્યાજખોરોના નામ અને તેમની પાસેથી કેટલાં રૂપિયા લેવામાં આવ્યા છે, કેટલાં ટકાના વ્યાજે તે પ્રકારની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સુસાઇડ નોટમાં પ્રથમ નામ કુસુમ બારવીગા પરીખભુવન અને તેમનો મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે. જેમાં 20 હજાર 10 ટકા લેખે વ્યાજ આપું છું. 2 હજાર લેખે દર મહિને વ્યાજ આપું છું. બીજી બાજુ વર્ષ લખ્યા છે.
વધુમાં જયારે બીજી ચિઠ્ઠીમાં જગદીશ સોની, જ્વેલર્સ વાસણવાળા નડિયાદ અને 10 હજાર આપ્યા છે , 10 % વ્યાજ આપું છું. નાવી કાકી ગોવિંદા કાક જગદીશ રેલવેવાળા નાના ખોડિયાર અને તેમનો મોબાઈલ નંબર તથા 10 % લેખે વ્યાજ આપું છું. વધુમાં, દર મહિનાના 1500 રૂપિયા લેખે આપું છે. દરેક ચિઠ્ઠીમાં વ્યાજવાળાથી કંટાળી સુસાઇડ કરૂં છું અને તેમનું નામ લખેલું છે. જોકે, હાલમાં સુસાઇડ નોટને લઈ રહસ્ય સર્જાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.