અત્યારે આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં એક કોરોના શંકાસ્પદ વ્યક્તિ વાયરસના ડર પછી ક્વોરેન્ટાઇન સેન્ટરની છત પરથી કૂદી ગયો હતો. આ પછી તેનું મૃત્યુ થયું.
રવિવારે રામપુરની ત્રણ માળની બિલ્ડિંગમાં એક વ્યક્તિએ ક્વોરેન્ટાઇન સેન્ટરથી કૂદી પડી હતી અને તેના મોતની જાણ થતાં લોકો દંગ રહી ગયા હતા. રામપુરના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ, મૃતકની માતા કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવી હતી.
સીએમઓ સુબોધ કુમારે જણાવ્યું હતું કે, આગાપુરની એક મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેના બંને પુત્રોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. મહિલાના એક દીકરાને દારૂની ખરાબ આદત હતી. તે ત્યાં રોકાવા માંગતો ન હતો અને છત પર દોડી ગયો. અમે હજી તપાસ કરી રહ્યા છીએ કે શું તે જાતે નીચે કૂદી પડ્યો કે કોઈ અકસ્માતને કારણે નીચે પડી ગયો.
તેમણે કહ્યું કે આ ઘટના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ગંભીર રીતે ઘાયલ થવાને કારણે તેનું વહેલી સવારે પાંચ વાગ્યે મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના 1155 નવા કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news