ભારતમાં કોરોના મહામારીનો એટલો ભય પ્રસરી ગયો છે કે, અત્યારે નજીકનાં સગાં-સંબંધીઓ પણ પારકા જેવો વ્યવહાર કરવા લાગ્યાં છે. અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોઈપણ કોરોનાગ્રસ્ત વ્યક્તિની નનામીને સ્મશાન સુધી લઈ જવા માટે પરિવારજનો પણ આગળ આવતાં નથી. 4 લોકો કાંધ આપવા પણ તૈયાર થતા નથી.
હાલમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલાનું કોરોનાને લીધે મોત થઈ જતાં ગ્રામજનોએ તેમના મૃતદેહને અંતિમસંસ્કાર કરવા લઈ જવા માટે પણ કાંધ આપી ન હતી. જાણવા મળ્યું છે કે, મહિલાના વૃદ્ધ પતિ મૃતદેહને કફન ઓઢાડ્યા વગર સાઇકલ પર ટીંગાડીને અંતિમસંસ્કાર કરવા માટે ગામના નદીકિનારે લઈ ગયો હતો.
આ સમય દરમિયાન કેટલાક લોકોએ અંતિમસંસ્કાર કરતાં વૃદ્ધને અટકાવ્યા હતા. જેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને ઘરે લઈ જઈને યોગ્ય રિવાજ સાથે અંતિમસંસ્કાર કરાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને રામઘાટમાં અંતિમસંસ્કાર કરાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, 55 વર્ષીય પત્નીનું કોરોનાથી નિધન થયું હતું. મંગળવારે તેમનું સ્વાસ્થ્ય કથળતાં તેમના પતિએ જિલ્લા હોસ્પિટલમાં દાખલ મહિલાની સારવાર કરાવી હતી. જેમાં તેનું મૃત્યું થયું હતું. હોસ્પિટલની એમ્બ્યુલન્સે પત્નીના મૃતદેહને વૃદ્ધના ઘર સુધી મોકલી આપ્યો હતો. પરંતુ આસપાસનાં લોકોએ કોરોનાવાયરસના ભયથી પોતપોતાનાં બારણાં બંધ કરી દીધાં હતાં.
કોઈપણ તેમની સહાયતા માટે બહાર આવ્યું નહોતું. આ દરમિયાન પત્નીના મૃતદેહની હાલત બગડતાં પતિએ નજીકના નદીકિનારે અંતિમસંસ્કાર કરવાનો સંકલ્પ કર્યો અને સાઇકલ વચ્ચે તેમના મૃતદેહને ટીંગાડીને ચાલતા થયા હતા. હજુ તો નદીકિનારે પહોંચે એ પહેલાં જ ગ્રામજનોએ સાઇકલ રોકીને નિર્દયી રીતે વૃદ્ધને અંતિમસંસ્કાર કરવાની ના પાડી દીધી હતી.
લાચાર અવસ્થામાં પતિ ભારે આક્રંદ કરવા લાગ્યો અને સાઇકલને રસ્તા વચ્ચે મૃતદેહ સાથે મૂકીને એક બાજુ બેસીને રડવા લાગ્યો હતો. પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે વૃદ્ધને અંતિમસંસ્કાર કરવા માટે લાકડાં લાવીને યોગ્ય રિવાજ સાથે મહિલાની ચિતાને દાહ આપી હતી.
આ 55 વર્ષીય મહિલાનો અંતિમ સંસ્કાર કરવાના બદલે સ્થાનિકો મૃતકનું ઘર છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ તેમના પતિ અને પુત્રીએ ઘટના વિષે પોલીસને જણાવ્યું હતું. પોલીસની ટીમ તાત્કાલિક આ વ્યક્તિના ઘરે પહોંચી ગઈ હતી અને અંતિમસંસ્કારની દરેક વિધિ કરાવી હતી. કોરોનાગ્રસ્ત વ્યક્તિના મૃતદેહની ચિતાને તેની પુત્રીએ મુખાગ્નિ આપી હતી. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.