ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં એક યુવક અને યુવતી ઓનલાઈન લુડો રમતાં(Playing Ludo online) રમતાં પ્રેમમાં પડ્યાં હતા. ત્યારબાદ યુવતી બિહાર(Bihar)થી પ્રતાપગઢ(Pratapgarh) પહોંચી અને યુવક સાથે લગ્ન કરી લીધા. સમગ્ર મામલો પ્રતાપગઢનો છે. જ્યાં સોમવારે નવરાત્રિની અષ્ટમીના દિવસે માતા બેલ્હા દેવી મંદિરમાં ભારે ભીડ વચ્ચે એકલા આવેલા યુવક-યુવતીને જોઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો.
પોલીસે યુવતીની પૂછપરછ કરી તો ખબર પડી કે ઓનલાઈન લુડો રમતા તેણે શહેરના કોટવાલીના યુવકને દિલ આપી દીધું હતું. તેની સાથે લગ્ન કરવા તે બિહારથી આવી છે. આ સાંભળીને ત્યાં હાજર ભીડે હોબાળો મચાવ્યો, પરંતુ જ્યારે છોકરીની માતાએ ફોન પર લગ્નની મંજૂરી આપી તો તે જ લોકો બિનઆમંત્રિત જાનૈયાઓ બની ગયા હતા.
શહેરની નજીકના ગોપાલપુરમાં રહેતો એક યુવક બિહારના મુઝફ્ફરપુરની એક યુવતી સાથે ઓનલાઈન લુડો રમતા સમયે સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત વધી ત્યારે તેઓએ એકબીજાને પ્રેમ કરી બેસ્યા હતા. જે બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. યુવતી મુઝફ્ફરપુર બિહારથી પ્રતાપગઢ એકલી આવી હતી. સોમવારે બપોરે તે યુવક સાથે બેલ્હા દેવી પહોંચી હતી.
નવરાત્રીની અષ્ટમી અને સાપ્તાહિક મેળાના દિવસે બેલ્હા દેવી ધામમાં ભીડ જામી હતી. મંદિર પરિસરમાં લગ્ન કરનાર યુવક-યુવતી સાથે કોઈ સગા-સંબંધી ન હોવાના કારણે લોકોએ તેમની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ખબર પડી કે યુવક અને યુવતીનો ધર્મ અલગ છે. આ અંગે હોબાળો શરૂ થયો હતો.
મંદિર પરિસરમાં હાજર પોલીસકર્મીઓ પણ પહોંચી ગયા હતા. પોલીસે યુવતી પાસેથી પરિવારના સભ્યોના ફોન નંબર માંગ્યા હતા. જ્યારે પોલીસે યુવતીએ આપેલા નંબર પર ફોન કર્યો તો તેની માતાએ ત્યાંથી વાત કરી. જ્યારે પોલીસે જણાવ્યું કે તેની પુત્રીના લગ્ન અહીં મંદિરમાં થઈ રહ્યા છે, ત્યારે માતાએ કોઈ વાંધો ન ઉઠાવ્યો, પરંતુ પોલીસને કહ્યું કે તેની પુત્રી પુખ્ત છે અને તે યુવક સાથે પ્રેમમાં છે.
મહિલાના આ જવાબથી પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે અલગ-અલગ ધર્મની હોવા છતાં મહિલાએ દીકરીની ખુશી માટે લગ્નની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં, લગ્નમાં ત્યાં હાજર લોકો પણ બિનઆમંત્રિત જાનૈયાઓ બની ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.