ઉતર પ્રદેશના(Uttar Pradesh) મેરઠના(meerut) પરીક્ષિતગઢમાં પરિવારની લગ્નની ખુશીમાતમમાં ફેરવાઈ ગઈ છે. પતિ સહિત પરિવારના 9 સભ્યોને જમવામાં ઝેરી પદાર્થ ભેળવીને નવીનવેલી દુલ્હન લાખોના દાગીના અને હજારોની રોકડ લઈને ભાગી ગઈ હતી. મંગળવારે સવારે પડોશી મહિલાએ પરિવારના સભ્યોને બેભાન અવસ્થામાં જોયા. ત્યારબાદ તરત જ તેણે પોલીશને જાણ કરી હતી. પોલીસે તમામને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કર્યા હતા. તેમની હાલત નાજુક થતા તબીબીઓને જિલ્લા હોસ્પિટલ રીફેર કર્યા હતા.
નારંગપુર ગામના રહેવાસી સુબોધના પુત્ર સુબોધના લગ્ન 4 જુલાઈના રોજ કવિતા સાથે થયા હતા. સુબોધના પિતરાઈ ભાઈ જગપાલ સિંહે જણાવ્યું કે કવિતાનો ભાઈ ભૂદેવ પણ પાંચ દિવસથી તેના સાસરિયામાં રહેતો હતો. સોમવારએ રાત્રે કવિતાએ ખાવામાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો. જેના કારણે સુબોધ, તેનો ભાઈ યોગેન્દ્ર, વિનોદ, બહેન આકાંક્ષા, સસરા ઈલમ સિંહ, સાસુ ક્રિષ્ના, રૂચી, અંકુશ, ગાયત્રી બેભાન થઈ ગયા.
આ પછી નવપરિણીત દંપતીએ તેમના ભાઈ ભુદેવ સાથે કબાટનું તાળું તોડી પાંચ જોડી સોનાનાં કુંડલ, બે જોડી પાજેબ, 90 હજાર રોકડા, સાત મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી. મંગળવારે સવારે જ્યારે પાડોશી મહિલા કોઈ કામ માટે ઘરે પહોંચી ત્યારે તેણે તમામ સભ્યોને બેભાન અવસ્થામાં જોયા. અવાજ સાંભળીને લોકોના ટોળા એકઠા થઈ ગયા. પીડિત પતિએ તેની પત્ની કવિતા અને સાળા ભુદેવ સામે ફરિયાદ કરી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.