ઘણાં વાહનચાલકો બાઈકને ચલાવતી વખતે હેલ્મેટ નથી પહેરતાં. એવાં લોકોની માટે એક ઘટના સામે આવી રહી છે. ઉત્તરાખંડમાં આવેલ ઉધમ સિંહ નગર જિલ્લાની પોલીસનો એક અમાનવીય ચહેરો સામે આવી રહ્યો છે. આ અમાનવીય કિસ્સો ચોંકાવનારો છે. ઘટના પણ એવી છે, કે પોલીસે તમામ સીમાને પાર કરીને માનવતાને તો તાર તાર જ કરી દીધી હતી.
ઉત્તરાખંડ પોલીસને એક તરફ મિત્ર પોલીસ કહેવામાં આવે છે, તો બીજી બાજુ તેમનો એક એવો ચહેરો સામે આવી રહ્યો છે, જેની કલ્પના પણ કોઇએ કરી નહિ હોય. રુદ્રપુરની સિટી પેટ્રોલ યૂનિટ દ્વારા એક યુવકના માથામાં બાઇકની ચાવી ઘોંપી દેવામાં આવી હતી .
ઘટના બાદ ક્રોધમાં આવેલ લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. મિત્ર પોલીસનો રુદ્રપુરમાં સિટી પેટ્રોલ યૂનિટનો ક્રૂર ચહેરો સામે આવી રહ્યો છે. જ્યાં રુદ્રુપરના રમ્પુરાના યુવકને વાહનનાં ચેકિંગ દરમિયાન તેની જ બાઇકની ચાવી લઇને તેના જ માથામાં ઘોંપી દેવામાં આવી હતી.
યુવક દીપક સોમવારનાં રોજ રાતે 8 વાગ્યે પોતાના પાડોશીની સાથે પેટ્રોલ પંપ બાજુ જઇ રહ્યો હતો. રસ્તામાં ઈંદિરા ચોક પર હાજર ચીતા પોલીસ યૂનિટના બે પોલીસકર્મીઓએ હેલમેટ ન પહેર્યું હોવાને લીધે બાઇકને રોકી હતી. યુવક પાસેથી બાઇકના દસ્તાવેજો પણ માગ્યા હતાં. હેલમેટ માટે ટોકવા પર યુવક પોલીસની સાથે વિવાદમાં પડી ગયો હતો.
પોલીસેઆરોપ લગાવ્યો છે કે, યુવકે બાઇકના કોઇ દસ્તાવેજો દેખાડ્યા ન હતાં. ગુસ્સામાં આવીને પોલીસકર્મીએ બાઇકની ચાવી પણ કાઢી લીધી હતી. બંનેની વચ્ચે વિવાદ વધ્યો હતો અને ક્રોધમાં આવીને પોલીસે જ દીપકના માથા પર ચાવી ઘોંપી દીધી હતી. ત્યારબાદ દીપકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. માહિતી મળતા જ લોકો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં અને ત્યાં પણ લોકો વિરોધ કરવા લાગ્યા હતાં.
પોલીસ સ્ટેશન પર વિવાદમાં વધારો થતાં જ આરોપી સિપાહી વિજય કાર્કી પણ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો તો લોકોએ તેને પકડી લીધો હતો. તેમને ખૂબ માર્યા પછી તેનો યૂનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. SP ક્રાઇમ પ્રમોદ કુમાર અને બીજાં પોલીસકર્મીઓએ પણ લોકોને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ માન્યા ન હતાં.
લોકોને હટાવવા માટે પોલીસ બળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિરાશ લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. જેમાં કુલ 4 પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી હોબાળો થયો તો સ્થાનીક ધારાસભ્ય રાજકુમાર ઠુકરાલ પણ ત્યાં પહોંચી ગયા હતાં અને લોકોને શાંત પણ કર્યા હતાં.
લોકો CPUને રુદ્રપુરથી હટાવવાની માંગ પણ કરવા લાગ્યા હતાં. કારણ, કે આ પ્રકારની ક્રૂરતાની તસવીરો અત્યાર સુધીમાં પહેલા ક્યારેય પણ સામે આવી ન હતી. ઘટના બાદ ભીડ પણ જમા થઇ ગઇ હતી તથા પોલીસ પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. જો કે, હજુ સુધીમાં પોલીસ આ મામલે તપાસ કરવાની વાત કરીને બચીને રહી છે. CPU ના પોલીસકર્મીઓ તથા કુલ 2 કોન્સ્ટેબલોને પણ હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP