ગઈકાલે યોગી આદિત્યનાથના શપથ સમારોહમાં લખનૌ સ્ટેડિયમમાં ખીચોખીચ લોકો ભરાયા હતા. ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રી બીજીવાર ઉત્તરપ્રદેશના CM પદે આવ્યા છે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત કેટલાક મોટા નેતાઓ સામેલ થયા હતા. કેશવ અને બ્રિજેશ બન્યા ડેપ્યુટી CM, સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ માટે લખનઉમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. PM મોદી સહીત અમિત શાહ અને જેપી નડ્ડા પણ મંચ પર હાજર હતા.
આ સાથે યોગીએ સતત બીજી વાર લખનઉના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે જ ઉતરપ્રદેશમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થયું છે, યોગીના 52 ધારાસભ્યો મંત્રી બનવા જઈ રહ્યા છે, 52 ધારાસભ્યોએ મંત્રીપદ સંભાળવા માટે પોતાનું સ્થાન લઈ લીધું છે. જેમાંથી 18 કેબિનેટ મંત્રીઓ છે. કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી સીએમ બન્યા.
આવો જોઈએ યોગીની સરકારમાં કેટલા અને કયા કયા કેબીનેટ મંત્રીઓને શું સ્થાન મળ્યું છે તેમજ કોને કઈ જવાબદારી મળી. યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદ ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, આ તમામ ધારસભ્યોને કેબીનેટ મંત્રી તરીકે જવાબદારી મળી છે.
જ્યારે રાજ્ય કક્ષાના સ્વત્રંત હવાલા સાથે ધર્મવીર પ્રજાપતિ, અસીમ અરુણ, જેપીએસ રાઠોડ, દિનેશ પ્રતાપ સિંહ, અરુણ કુમાર સક્સેના, દયાશંકર મિશ્રા દયાલુ. દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ,નીતિન અગ્રવાલ, કપિલદેવ અગ્રવાલ, રવિન્દ્ર જયસ્વાલ, સંદીપ સિંહનો સમાવેશ યોગી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
તો યોગી સરકાર દ્વારા બનાવાયેલા બીજા રાજ્ય્ કક્ષાના મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવશે, જેમાં રજની તિવારી, સતીશ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌતમ,રજની તિવારી, સતીશ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌતમ,જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ કોરી, સંજય ગંગવાર,કેપી મલિક, સુરેશ રાહી, સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠોડ,જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ કોરી, સંજય ગંગવાર,બ્રિજેશ સિંહ, નો સમાવેશ થાય છે.
જ્યાં યોગીનો સમાંરભ છે ત્યાં ઈકાના સ્ટેડિયમ તરફ જતા દરેક રસ્તા પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે અહી ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપશે. યોગ ગુરુ બાબા રામદેવ, વિવિધ મઠો અને મંદિરોનાં મહંતો, ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય વિપક્ષના નેતાઓ સોનિયા ગાંધી, પ્રિયંકા-રાહુલ, મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
યોગી સરકારની નવી ટીમમાં મંત્રી બનનારાઓમાં 8 MLC નો પણ સમાવેશ થાય છે. આ સિવાય 40 ધારાસભ્યો છે. તેમજ આજના શુભદિને શપથ ગ્રહણનું કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા યાદવ, કેન્દ્રીય મંત્રી શોભા કરાન્જલે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, બિહારના સીએમ નીતિશ કુમાર, ઝારખંડના પૂર્વ સીએમ રઘુવર દાસ અને છત્તીસગઢના પૂર્વ સીએમ રમન સિંહને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. અને તમમાં નિમંત્રિત સભ્યો હાજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.