સુરત: કેસ ઘટ્યા રસીકરણ વધ્યું, શાળા-કોલેજમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે 160 સેન્ટર શરુ 

સુરત(ગુજરાત): હાલ સુરતમાં કોરોના સંક્રમણ ઘણું કાબૂમાં આવી રહ્યું છે. ગઈકાલે શહેરમાં માત્ર 3 જ કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોના રસીકરણમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે પહેલા અને બીજા ડોઝ માટે જ 160 સેન્ટર પર લોકોને રસી આપવામાં આવશે. આ સાથે વૃદ્ધો અને સગર્ભા તથા રજીસ્ટ્રેશન કરાવીને એપોઈમેન્ટ લેનારા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, શાળા કોલેજમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓને રસી આપવાનું પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

હાલમાં શાળાના બાળકો પણ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. વાલીઓમાં પણ સ્વાભાવિક રીતે જ ચિંતા હોય અને વહીવટીતંત્ર પણ તેને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યું છે. જાણવા મળ્યું છે કે, સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 895 જેટલા વિદ્યાર્થીઓ અને 1867 ટચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ મળી કુલ 2462 લોકોનો વેક્સિનેશન સ્કૂલ-કોલેજમાં કર્યું છે. આગામી દિવસોમાં પણ સ્કૂલ અને કોલેજમાં મહાનગરપાલિકા વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

આ અંગે આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, બાળકોને લઈને કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા દાખવવામાં આવશે નહીં. સરકાર દ્વારા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં અમે ખૂબ જ ઝડપથી વિદ્યાર્થીઓને વ્યક્તિને આપી રહ્યા છે. તેની સાથે અને શિક્ષકે નોન ટીચીંગ સ્ટાફ કોરોના ગ્રસ્ત ન થાય તેના માટે ઝડપથી બંને ડોઝ પૂરા કરી દેવા માટે ફરજ પાડી રહ્યા છે. તેમને સમજણ આપી રહ્યા છે અને અમારા સ્ટાફને કામગીરી પણ અમે વધારી દીધી છે.

જણાવી દઈએ કે, શહેરમાં 1 અને જિલ્લામાં 2 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયાં હતાં. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,585 થઈ ગઈ છે. આ ઉપરાંત, શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. ગઈકાલે શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 00 દર્દીઓ મળી 02 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,414 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. આ ઉપરાંત, શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 53 નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 160 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 80 સેન્ટર પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા ડોઝ માટે સેન્ટર વધારીને 49 કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, 2 સેન્ટર વિદેશ જનારા માટે અને 10 એપોઈન્ટમેન્ટ લઈને રસી લેનારા માટે શરૂ કરવામાં અવાય છે. સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 8 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 11 સેન્ટર કોવેક્સિન માટે ફાળવવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *