સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક પ્રેરણારૂપ બને એવી જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલ શિપોર ગામના રિક્ષા ચાલકે એમની રિક્ષામાં પાણીની ટાંકી ફીટ કરાવી છે.
તેઓ મહેસાણા, બનાસકાંઠા, પાટણ તથા હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં બારેયમાસ મીનરલ, બરફ અથવા તો સાદુ પાણી પીવડાવી વિના મૂલ્યે લોકોની તરસ છીપાવીને જળસેવા કરી પૂણ્યનું ભાથું કમાઇ રહ્યા છે. ગુજરાતી ફિલ્મ મા – બાપમાં અવિનાશ વ્યાસ રચિત તથા ફિલ્મ કલાકાર અસરાની ઉપર ફિલ્માવેલ ગીત ‘હું અમદાવાદનો રિક્ષાવાળો….999 નંબર વાળો… અમદાવાદ બતાવું ચાલો’…ને યાદ અપાવે એવું કાર્ય મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલ શિપોર ગામના 56 વર્ષીય રિક્ષા ચાલક દિલીપભાઇ જયંતિભાઇ રાવલ કરી રહ્યા છે.
પરિવારમાં પત્ની તેમજ 3 દીકરી સહિત 1 દિકરાને વેલસેટ કર્યા બાદ પણ રિક્ષા દ્વારા ગુજરાન ચલાવતાં તેમણે રિક્ષામાં પાણીની ટાંકી ફીટ કરીને મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં સંપૂર્ણ વર્ષ દરમિયાન પાણી પીવડાવી વિનામૂલ્યે લોકોની તરસ છીપાવી જળસેવા કરી પૂણ્યનું ભાથું કમાઇ રહ્યા છે.
આ અંગે દિલીપભાઇએ કહ્યું હતુ કે, ઉનાળાની ઋતુમાં પાણી માટે વલખાં મારતાં લોકોને જોઇ મનમાં વિચાર આવ્યો કે, રિક્ષાને જ પરબ બનાવી દઉં જેથી રિક્ષાની પાછળ કુલ 100 લીટર પાણી સમાય તેવી ટાંકી ફીટ કરાવી છે. આની સાથે જ 2 પાછળ તેમજ એક ડ્રાયવર સીટની બાજુમાં એમ કુલ 3 નળ મુક્યા છે.
વર્ષ 2012થી શરૂ કરવામાં આવેલ આ સેવા હાલમાં પણ અવિરતપણે ચાલી રહી છે. ઉનાળામાં પાણીની જરૂર વધારે રહે છે. માત્ર 1 દિવસમાં કુલ 500 લીટર પાણી લોકો પીવે છે. જ્યારે ચોમાસા, શિયાળામાં તેનાથી અડધું પાણી વપરાય છે. મિનરલ વોટર મળે તો પ્રથમ તેનો આગ્રહ રાખું છુ. નહીતર બરફનું ઠંડું પાણી તથા અંતરિયાળ વિસ્તારમાં પાણી પૂર્ણ થઇ જાય તો શુધ્ધ સાદુ પાણી ટાંકીમાં ભરૂ છું. આ સેવાથી મને ખુબ આત્મસંતોષ મળી રહ્યો છે.
આત્મનિર્ભર પત્નિ સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ :
દિલીપભાઇ રાવલને સંતાનોમાં 3 દીકરી સહિત 1 દીકરો છે. જેમના લગ્ન કરી દેવામાં આવ્યા છે તેમજ તેઓ વેલસેટ થઇ ગયા છે. એમના પત્નિ જયાબેન સુરતમાં હિરાના વ્યવસાયની સાથે સંકળાઈ નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle