વડોદરા(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. તેવામાં વડોદરામાં દર્દી મુકીને પરત આવતી 108 એમ્બ્યુલન્સનું જેકોટ પાસે હાઇવે પર ટ્રક સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત 3 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન એક કર્મચારીનું મોત થયું હતું. દાહોદ તાલુકા પોલીસે રીફલેક્ટર કે અન્ય કોઇ સંકેત વગર હાઇવે ઉપર ટ્રક ઉભો કરનાર ચાલક વિરુધ ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે. ગતરોજ વડોદરા દર્દીને મુકીને દાહોદ જિલ્લાની 108 ઇરજન્સી સેવાના ડ્રાઇવર તાજીમખાન હુસેલખાન પઠાણ તથા સ્ટાફના જમીલ હુસેન શેખ અને ધર્મેન્દ્રભાઇ હિંમતસિંહ બારિયા 108 એમ્બ્યુલન્સમાં પરત આવી રહ્યા હતાં.
આ દરમિયાન જેકોટ પાસે હાઇવે પર રાત્રીના 10.50 વાગ્યાની આસપાસ ટ્રકના ચાલકે પોતાના વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર તથા ટ્રાફિકને ડ્રાઇવર્ઝન આપ્યા વગર ઉભો રહી ગયો હતો. તેથી 108ના ડ્રાઇવર તાજીમખાન પઠાણને અંધારામાં ટ્રક ન દેખાતા પાછળથી જોરદાર ટક્કર લાગી હતી. આ અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સનો આગળના ભાગનું પડીકું વળી ગયું હતું. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત અંદર સવાર 3 ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ડ્રાઇવરને બંને પગે તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેમજ જમીલ હુસે શેખને માથાના ભાગે તથા છાતીના ભાગે અને ધર્મેન્દ્રભાઇ હિંમતસિંહ બારિયાને બંને પગે ફ્રેક્ચર થયું હતું. તાત્કાલિક સારવાર માટે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પંચમહાલ જિલ્લાના મોરવાના કડાદરાના ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ બારિયાનું મોત થયું હતું. દાહોદ તાલુકા પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુધ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.