સુરત, અમદાવાદ, વડોદરા થયું જળબંબાકાર: બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાયા પાણી

Two hours 3 inches varsad in surat: સુરતમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે સુરતમાં પાણી ભરાયા હતા. ત્યારે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતા ખાડીઓમાં પુરની પરિસ્થિતિઓ પણ સર્જાઈ હતી. ત્યારે સુરતના(Two hours 3 inches varsad in surat) અમુક વિસ્તાર જેમ કે, પર્વત પાટિયા, ગોદાદરા વિસ્તારમાં રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો ને ભારે ટ્રાફિક જામ સામનો કરવો પડતો હતો. ઘૂંટણ સમા પાણી ભરાવાનાં કારણે અધ વચ્ચે ઘણા વાહન ચાલકોનાં વાહન પણ બંધ થઈ ગયા હતા. સુરતમાં ધોધમાર વરસાદનાં કારણે પેટ્રોલ પંપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ભારે વરસાદથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
સુરત જીલ્લામાં ધોધમાર વરસાદનાં કારણે પલસાણાનાં બલેશ્વર ગામે ખાડીમાં ઘોડાપુર આવ્યું છે. ભારે વરસાદથી ભલેશ્વર ગામ નદીમાં ફેરવાયું ગયું છે. પાણીને લઈ નેશનલ હાઈવે તરફ જવાનો રસ્તો બંધ થયો હતો. ત્યારે ખાડીમાં પાણીની આવક થતાં બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો. ખાડીમાં પાણી આવતા તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગ રૂપે તુંડી, બગુમરા ગામે જવાનો રસ્તો બંધ થયો હતો.

જિલ્લામાં ૩ જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ શરૂ થયો હતો. કામરેજ તાલુકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વલથાણ નજીક NH 48 પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વિઝીબિલિટી ડાઉન થઈ હતી. જિલ્લામાં 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલા જીલ્લા કલેક્ટરનો અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. તેમજ ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર ખુબ સજ્જ છે.

બસ પાણીમાં ફસાતા મુસાફરોનું રેસ્ક્યું કરાયું
વાત કરીએ તો, વડોદરા શહેરમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠરે પાણી ભરાયા હતા. ત્યારે શહેરનાં અલકાપુરી ગરનાળામાં સિટી બસ ફસાઈ જતા નાળામાં પાણી ભરાઈ જતાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ત્યારે બસ પાણીમાં ફસાઈ જતા બસમાં સવાર મુસાફરોની ઘણી પરેશાન થયા હતા. ત્યારે રાહદારીઓ દ્વારા મુસાફરોનું રેસ્ક્યું કરાયું હતું.

1 થી 1.5 કલાકમાં 2.5 ઇંચ વરસાદ
જૂનાગઢમાં મેઘરાજાએ ધુંઆધાર બેટિગ કરી છે. ત્યારે એક થી દોઢ કલાકમા 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં ઝાંઝરડા રોડ, રેલ્વે સ્ટેશન રોડ, એમ.જી રોડ વગેરે જગ્યાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *