10,000 જેટલી બાળકીઓનાં જીવનમાં ઘડતરનો ઉજાસ પાથરી રહી છે વડોદરાની 18 વર્ષીય યુવતી -એવું કાર્ય કરી રહી છે કે

દેશની દીકરીઓને અગત્યતા આપવા માટે મોદી સરકાર દ્વારા ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં દેશની દીકરીઓ માટે પ્રેરણારૂપ બને એ રીતે રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે.

વડોદરા શહેરની સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત જણાવતાં કહે છે કે, મને મારા પિતા તરફથી સામાજિક સેવા કરવાના ગુણ વારસામાં મળ્યા છે. ફક્ત 12 વર્ષની ઉંમરમાં પિતાની સાથે મળીને સામાજિક સેવાના કામોની શરૂઆત કરી હતી. ત્યારપછી અભ્યાસની સાથે-સાથે જરૂરીયાતમંદ વિદ્યાર્થિનીઓની ફી ભરવા માટેની શરૂઆત કરી હતી.

હું દાતાઓ પાસેથી 1,000 રૂપિયા ચેક લાવીને વિદ્યાર્થિનીઓની ફી ભરીને મદદરૂપ થઈ રહી છું. છેલ્લા 10 વર્ષમાં કુલ 30,000 કરતાં પણ વધારે બાળકીઓની 3.25 કરોડ રૂપિયા ફી ભરી છે. આની સાથે જ આ વર્ષ દરમિયાન 10,000 બાળકીઓની 1 કરોડ રૂપિયા ફી ભરવાની છું.

કુલ 151 વિદ્યાર્થીઓની ફી ભરીને કરી શરૂઆત :
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલ ધરા પાર્ક સોસાયટીમાં રહેતી ફક્ત 28 વર્ષીય સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત છેલ્લા 10 વર્ષથી સામાજીક કાર્ય સાથે જોડાયેલી છે. નિશિતાના પિતા ગુલાબસિંહ રાજપૂત પણ સામાજીક સેવાના કામ સાથે સંકળાયેલ છે.

જેને કારણે તેમનામાંથી પ્રેરણ લઈને નિશિતાએ સામાજીક સેવાના કામમાં ઝંપલાવ્યુ હતુ. વર્ષ 2010માં નિશિતાએ શાળામાં અભ્યાસ કરી રહેલ ગરીબ વિદ્યાર્થીનીઓની ફી ભરવાની શરૂઆત કરી હતી. નિશિતાએ વર્ષ 2010માં ફક્ત 151 વિદ્યાર્થિનીઓની ફી ભરીને શરૂઆત કરી હતી. હાલમાં આ સંખ્યામાં વધારો થઈને કુલ 30,000 સુધી પહોંચી ગઈ છે.

ગરીબ બાળકોનું શિક્ષણ છૂટી જતું જોઈને આવ્યો વિચાર :
સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત કહે છે કે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ હાલમાં વડોદરાના ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવાનું કાર્ય કરૂ છું. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આ કામની શરૂઆત કરવાની ઇચ્છા રહેલી છે. વધારેમાં વધારે ગરીબ વિદ્યાર્થીનીઓની ફી ભરી શકુ તેવો મારો પ્રયત્ન છે.

જ્યારે હું ગરીબ છોકરીઓનું શિક્ષણ છુટી ગયેલુ જોતી ત્યારે મને વિચાર આવતો હતો કે, આ લોકો કેમ અભ્યાસ કરી શકતા નથી ત્યારે મે ગરીબ બાળકો માટે કામ કરવાનું નક્કી કર્યુ હતુ. કોઇ બાળક અભણ ન રહે તેવુ સ્વપ્ન સેવ્યુ હતુ. હું સિવણ મશીન આપીને મહિલાઓને પગભર કરવાનો પ્રયત્ન કરી રહી છું.

ટિફિન સેવા પણ પૂરી પાડી રહી છે :
સિનિયર સિટીઝન ગોવિંદભાઇ જરીયાએ કહ્યું હતું કે, હું વડોદરાની ઘળીયાળી પોળમાં રહું છું, મને છેલ્લા 3 વર્ષથી નિશિતા રાજપૂત મને ટિફિન પહોંચાડી રહી છે, હું તેમનો ખુબ આભાર માનું છું. સિનિયર સિટીઝન મહિલા દમયંતિબેન ખરાદીએ કહ્યું હતું કે, નિશિતાબેન મને છેલ્લા 4 વર્ષથી ટિફિન પહોંચાડી રહી છે. જમવાનું પણ ખુબ સારૂ આપે છે. આની સાથે જ દવા માટે રૂપિયા પણ આપે છે. હું તેને આશિર્વાદ આપું છું.

દાતાઓ પણ પ્રશંસા કરે છે :
ફી ના દાતા સિનિયર સિટીઝન પ્રવિણભાઈ ભટ્ટ જણાવે છે કે, નિશિતાનું કામ ખરેખર સરાહનીય છે તેમજ અમે પણ તેની સાથે જોડાયેલા છીએ. હું તેમજ મારા મિત્રો વિદ્યાર્થિઓની ફી માટે ચેક પહોંચતા કરીએ છીએ. નિશિતા તમામ બાળકીઓ સુધી ફી પહોંચાડી રહી છે.

દર વર્ષે 151 વિદ્યાર્થીનીઓને અડોપ્ટ કરાવે છે :
નિશિતા રાજપૂત ગરીબ બાળકોની ફી ભરીને તેમણે અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે. આની સાથે જ દર વર્ષે 151 જેટલી વિદ્યાર્થીનીઓને અડોપ્ટ કરી શકે તેવા દાતાઓ પણ શોધી લાવે છે. આ દાતાઓ વિદ્યાર્થીઓને અડોપ્ટ કરીને એમનાં અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે.

આની સાથે જ જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી ખર્ચ દાતા જ ઉઠાવે છે. આની ઉપરાંત નિશિતા રાજપૂતે એકલા રહેતા સિનીયર સિટીઝન માટે ટિફિન સેવા પણ શરૂ કરેલી છે. જેમાં હાલમાં કુલ 191 જેટલા સિનીયર સિટીઝને ઘરે મફત ટિફિન પહોંચાડવામાં આવે છે. જેની માટે પણ નિશિતા દાતાઓ શોધી લાવે છે. જેમાં સિનિયર સિટીઝન્સને ટિફિન પહોંચાડતી સ્ત્રીઓને રોજગારી મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *