આ કોરોનાકાળમાં મહેમાનોને આવકારવા પણ ચિંતાજનક બને છે. આવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. આ દરમિયાન હાલ વડોદરા પાસેનાં વાસદ નજીક ઘણો જ દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, વાસદ નજીક ફાજલપુર ગામમાં રહેતા મહેશ ચીમનભાઇ સોલંકીની પુત્રીના લગ્ન પાદરા તાલુકાના બામણશી ગામમાં નક્કી થયા હતા. જેથી લગ્નના રિતરિવાજો નક્કી કરવા માટે દસેક દિવસ પહેલાં મહેશભાઇ અને તેમના માતા ગંગાબેન સોલંકી બામણશી ગામ ખાતે રહેતા તેના ભાણેજ જમાઇ પરેશભાઇ પઢિયારને ત્યાં ગયા હતા.
આ દરમિયાન માતા અને દીકરા બંનેની તબિયત અચાનક બગડી હતી અને કોરોનાનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યાં હતા. જોકે, તે બંનેની પરિવારે ઘણી સેવા કરી હતી. પરંતુ દસ દિવસની સારવાર બાદ મહેશભાઇનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન પુત્રની અંતિમક્રિયા બાદ માતાએ પણ પ્રાણ છોડ્યા હતા. જાણવા મળ્યું છે કે, પઢિયાર પરિવાર દ્વારા ઘરે આવેલા સંબંધી મહેશભાઇ અને તેમના માતા કોરોના સંક્રમિત થતાં તેમના ઘેર જ ક્વૉરન્ટીન કરી તેમની સારવાર કરવામાં આવી હતી.
મહેશભાઇનું સરાવારનાં દસ દિવસે મોત થતાં સબંધી અને તેમના મિત્રો દ્વારા મહેશભાઇના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જયારે તેઓ અંતિમ સંસ્કાર કરીને ઘેર પરત ફર્યા ત્યાંરે મહેશભાઇના માતા ગંગાબેનને પણ શરીરમાં ઓક્સિજન ખૂટતાં ખૂબ જ શ્વાસ ચડયો હતો અને થોડી જ વારમાં તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમના સબંધી દ્વારા તેમના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, બામણવશી ગામે ભાણેજ જમાઇના ત્યાં મહેમાન તરીકે રહેલા માસા સસરા અને તેમના માતાએ દીકરીના લગ્નની મોટાભાગની તૈયારી કરી દીધી હતી. પંદર દિવસ પછી લગ્નની તારીખ હોવાથી તેઓ વેવાઇ પક્ષ સાથે રિતરિવાજ નક્કી કરવા બામણશી ગામે આવ્યા હતા. પરંતુ, ત્યાં જ બંનેનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવતા તે બંનેના મોત નીપજ્યા હતા. જેના કારણે લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.