વડોદરામાં સર્જાયો દર્દનાક અકસ્માત, એક સાથે 6 લોકોના કરુણ મોત- દ્રશ્યો જોઇને કંપારી છૂટી જશે

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં કપુરાઈ ચોકડી(Kapurai Chowk) નજીક રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો છે. આ દર્દનાક અકસ્માતમાં એક સાથે 6 લોકોના મોત(6 people died) અને 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

હાલમાં તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું કરુણ મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે, આ બસ રાજસ્થાન ભીલવાડથી મુંબઈ જતી હતી તે દરમિયાન વહેલી સવારે ઘંઉ ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવામાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જો કે આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે.

ખાનગી બસે વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં ઘઉં ભરેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કપુરાઇ ચોકડી પાસેના હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ કરતા પણ આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જો વાત કરવામાં આવે તોઆ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસના પતરા કાપવાની ફરજ પડી હતી. જેના પરથી ખ્યાલ આવે કે બસ ખુબ જ સ્પીડમાં હશે અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હશે. જેના કારણે બસનું પડીકું વળી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને RTO વિભાગના નિયમો જાણે નેવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડના કારણે તો ક્યાંય વાહનની ટેકનીકલ ખામીના કારણે દર્દનાક અકસ્માત સર્જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *