વાલીઓ ધ્યાન રાખજો! સાતમાં ધોરણમાં ભણતા છોકરાના સ્કૂલબેગ માંથી એવી વસ્તુ મળી કે… હોશ ખોઈ બેઠા માતા-પિતા

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો શાળાના નાના બાળકોના બેગમાંથી સામાન્ય રીતે રમકડાં મળી આવતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેણે…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો શાળાના નાના બાળકોના બેગમાંથી સામાન્ય રીતે રમકડાં મળી આવતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેણે માતા-પિતા સાહિર દરેક લોકોના હોંશ ઉડાવી દીધા છે. મળતી માહિતીએ અનુસાર, વડોદરા(Vadodara)ની શાળામાં વિદ્યાર્થીઓની બેગ ચેક કરવામાં આવતા એવી એવી વસ્તુઓ નીકળી કે સૌ કોઈના હોંશ ઉડી ગયા.

બેગમાંથી જુઓ શું મળી આવ્યું:
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની અંબે વિદ્યાલયમાં મેનેજેન્ટ દ્વારા સરપ્રાઈઝ બેગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મોટો ધડાકો થયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. અંબે વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ-સિગારેટ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

મહત્વનું છે કે, જે બાદ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ આ વિદ્યાર્થીઓ સામે પગલા ભરવાની મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. જેથી સંચાલક દ્વારા ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અંગે વાલીએ જણાવતા કે, વાલીઓ માટે આ ઘટના ખુબ જ ચિંતાનો વિષય કહી શકાય છે. આ પ્રકારની ભૂલ કરનાર બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ, સાથે જ પોલીસેને જાણ કરીને દારૂ અને સિગારેટ ક્યાંથી આવી તે અંગેની તપાસ કરવી જોઈએ.

ત્રિશુલ ન્યુઝના સળગતા સવાલ:
આ બાળકોને દારૂ અને સિગારેટ કોણે આપ્યા?, સ્કૂલે જતા વિદ્યાર્થી પાસે દારૂ-સિગારેટ ક્યાંથી આવ્યા?, બાળકોના ભવિષ્ય સાથે ચેડા કોણે કર્યા?, બાળકોને નશાના પાઠ કોણ શીખવી રહ્યું છે?, બાળકોને નશાની લત્ત કોણે લગાવી?
, શું બાળકો બુટલેગરોના સંપર્કમાં આવ્યા છે?, શું બાળકોને દારૂ આપવો એ બુટલેગરોની નવી રણનીતિ છે?, શું અન્ય શહેરના બાળકો પાસે પણ દારૂ હશે?,શું પોલીસ યોગ્ય રીતે પેટ્રોલિંગ નથી કરતી?, દારૂ મુક્ત ગુજરાતમાં દારૂ ક્યાંથી આવ્યો?, લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસની આંખ કેમ નથી ખુલતી?, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ ક્યારે થશે?,બાળકોને નશાની લત્ત લગાવનારા વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *