સુરતના ડ્રગ્સ એડિક્ટ બોયફ્રેન્ડે વડોદરાની યુવતી સાથે આચરી હેવાનિયત- સાંભળો યુવતીની દર્દભરી આપવીતી

આજનું યુવાધન ડ્રગ્સ (drugs)ના રવાડે ચડી રહ્યું છે. જેને કારણે તેમની જિંદગી બરબાદ ઠેર જતી હોય છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી…

આજનું યુવાધન ડ્રગ્સ (drugs)ના રવાડે ચડી રહ્યું છે. જેને કારણે તેમની જિંદગી બરબાદ ઠેર જતી હોય છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. વડોદરા(Vadodara) શહેરના સનફાર્મા રોડ પર રહેતી ટ્રાન્સ વુમન(Trans women) માનવી વૈષ્ણવે પોતાના ફ્રેન્ડે ડ્રગ્સના નશામાં માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ડ્રગ્સ એડિક્ટ યુવાનની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ માનવીએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોલીસે મારનાર યુવાન સામે કોઈ કાર્યવાહી કરી જ નથી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આરોપી સુરતમાં નોકરી કરે છે:
મળતી માહિતી અનુસાર, ટ્રાન્સ વુમન માનવી બાલકૃષ્ણ વૈષ્ણવે(35) તા.19-8-022ના રોજ જે.પી. પોલીસ સ્ટેશનમાં તેના ડ્રગ્સ એડિક્ટ ફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માનવી વડોદરાના સન ફાર્મા રોડ ઉપર આવેલ ડી-101, સન રેસિડેન્સીમાં એકલી જ રહે છે. તેમજ તે લક્ષ્ય ટ્રસ્ટમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન છેલ્લા એક વર્ષથી પુનિત હસમુખભાઇ કાનાબાર માનવી સાથે રહેતા હતા. પરંતુ તે પણ હવે એક-બે માસથી અમે અલગ રહે છે. હાલ પુનિત સુરતમાં તેના માસીના ઘરે રહે છે.

બીમાર હાલતમાં આરોપીએ નશાયુક્ત ગોળીઓ ખાધી:
આ અંગે માનવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પુનિત છેલ્લા અઠવાડિયાથી ડ્રગ્સ લેવાથી બીમાર પડ્યો હતો અને છેલ્લા બે દિવસથી અમે પુનિત સાથે વાતચીત કરવાની બંધ કરી હતી. તેમજ તેઓનો મોબાઇલ ફોન નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. જેથી તેઓ તા.18-8-022ના રોજ સવારના સમયે અમારા ઘરે આવ્યો હતો. તે બીમાર હોવાના કારણે અમે તેને સારવાર માટે અમારા ઘરે રાખ્યો હતો અને તેને રાત્રિના સમયે નાશાયુક્ત ગોળીઓ ખાધી હતી.

બીમારી અંગે પૂછતા ગુસ્સે થઇ ગયો:
વધુમાં માનવીએ જણાવ્યું છે કે, તા.19-8-022ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે પુનિતને બીમારી અંગે પૂછતા તે ગુસ્સે થઇ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરી હતી અને મને હાથ-પગમાં મુઢ માર માર્યો હતો. તે સમયે તેને કોઇ નશો કર્યો નહોતો. જે.પી. રોડ પોલીસે માનવી વૈષ્ણવની ફરિયાદના આધારે પુનિત હસમુખભાઇ કાનબારા સામે ઇ.પી.કો. કલમ 323, 294 (ખ) મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *