હાલમાં એક જ્વેલર્સની દુકાનમાં 24 ફેબ્રુઆરીના રોજ સોની પર જીવલેણ હૂમલો અને દાગીનાની લૂંટ અંગે પોલીસ દ્વારા લાંબા સમયથી આરોપીઓને શોધી કરવામાં આવી હતી. આ શખ્સને ઝડપી લેવા માટે શહેર પોલીસ અને ક્રાઇમબ્રાંચ પણ કામે લાગી ગઈ હતી. જેમાં ક્રાઇમબ્રાંચને ચોક્કસ માહિતી મળતા ક્રાઇમબ્રાંચની બે ટીમો દ્વારા 72 કલાકમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.
ઘટના અંગે મળતી માહિતી મુજબ રાજેશભાઇ સોની માં કૃપા જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. 24 ફેબ્રુઆરીના રોજ તે પોતાની દુકાને હતાં ત્યારે બપોરે 11:30ના ગાળામાં કાળા રંગનો શર્ટ અને માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી એક વ્યક્તિ તેમની દુકાનમાં આવ્યો હતો. લૂંટના ઇરાદે આવેલા વ્યક્તિ દ્વારા ધારદાર ચપ્પુ વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી અર્ધબેભાન અવસ્થામાં તેઓ નીચે પડી ગયાં હતા. ત્યારબાદ લૂંટારૂઓ દુકાનમાં પડેલા લોહીના ડાઘા સાફ કરીને આશરે 20-25 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઇને ત્યાંથી ભાગી ગયાં હતા.
આરોપી લૂંટ કર્યા બાદ રાત્રે 9:30 વાગ્યે પોતાના ઘરની આસપાસ ફરતો હતો. ત્યારબાદ તે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં તે રાજસ્થાનથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાં ચડ્યો હતો. ત્યારબાદ તે અલ્હાબાદ નજીક પ્રતાપગંજ ખાતેના દેલ્હુપુર ગામમાં પોતાની સાસરીમાં આશરો લેવા માટે પહોંચ્યો હતો. જોકે એ જ ગામમાં તેનું પણ ઘર હોવાથી તે પોલીસની બીકે પોતાના સાસરીમાં જ રહેતો હતો.
જોકે પોલીસને ચોક્કસ વાત મળી હતી. પરંતુ, પોલીસ જો પોલીસ પહેરવેશમાં પહોંચે તો તેઓ ત્યાંથી ભાગી જવાની શક્યતા રહેલી હતી. જેથી પોલીસે અલ્હાબાદ પહોંચીને સ્થાનિક પહેરવેશ ધારણ કરી લીધો હતો. ગામમાં પ્રવેશતા સમયે તેઓએ ગાડીની નંબર પ્લેટો પણ કાઢી નાખી હતી. આશરે 12 કલાક સુધી ગામની તપાસ કરીને તેમના દ્વારા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યો હતો. તેમ છતા પણ આરોપી ભાગી ગયો હતો. જોકે ખેતરમાં ફિલ્મી ઢબે તેનો પીછો કરીને દિપક મિશ્રાને પોળી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle