વડોદરા(Vadodara): જિલ્લાના સાવલી(Savli)ના લાંછનપૂરા ગામ નજીક આવેલ મહીસાગર નદી(Mahisagar river)મા ડૂબી જવાથી એક 21 વર્ષના વિધાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું. અવારનવાર લાંછનપુર ગામ નજીક પસાર થતી મહી નદીમાં આશાસ્પદ યુવકોના મોતના ડૂબવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મિત્રો સાથે ન્હાવા માટે ગયો હતો વિધાર્થી:
મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થી અભિષેક આશિષભાઈ પટેલ મૂળ ગોધરાનો રહેવાસી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. વિદ્યાર્થી વડોદરાના તરસાલીમાં માસા ના ઘરે રહેતો અને અભ્યાસ કરી રહ્યો હતો. મૃતક પોતાના કોલેજનાં સાત મિત્રો સાથે અહી ન્હાવા માટે આવ્યો હતો પણ એકાએક જ નદીમાં ડૂબી જવાને કારણે કરુણ મોત નીપજ્યું હતું.
એમ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઇ જવાયો:
જો વાત કરવામાં આવે તો આ ઘટનાની જાણ થતા જ તુરંત સ્થાનિક લોકો દ્વારા 108 એમ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને સારવાર માટે સાવલી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, ફરજ પરના ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, તેણે સ્થાનિક તરવૈયાની મદદથી યુવકને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 21 વર્ષના દીકરાનું નદીમાં ડૂબી જવાને કારણે કરુણ મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વાત કરવામાં આવે તો નદીમાં આશાસ્પદ યુવકોના મોતના ડૂબવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.