વડોદરામાં માતાએ ભણવા બાબતે ઠપકો આપતા પુત્રએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

વડોદરામાં અભ્યાસ ને બાબતે ઠપકો આપતા સહન ન થતાં કોલેજ માં આભ્યાસ કરતા પુત્રએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આના કારણે ઘામેચા પરિવારમાં દુખની લાગણી વ્યાપી ગઇ હતી. આ ઘટના અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી તપાસ શરૂ કરી હતી.

માતા પુત્ર ભણવામાં ધ્યાન આપવા માટે અવારનવાર ઠપકો આપતા હતા,
વડોદરા શહેરમાં આવેલી જગન્નાથપુરી હાઉસિંગ સોસાયટીમાં રહેતો આ છોકરો 15 વર્ષિય નિસર્ગ ગૌતમભાઇ ધામેચા આણંદ માં આવેલી B.N.B કોલેજમાં ડિપ્લોમા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પુત્ર નિસર્ગ ભણવામાં ધ્યાન આપતો નહતો. તેથી તેની માતા વારંવાર તેને ઠપકો આપતા હતા.ભણવામાં ધ્યાન રાખવા માટે ટોકતા હતા.

રસોડામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી.
આવનવા અભ્યાસ માટે મળતા ઠપકાથી છોકરો કંટાળી ગયો હતો. ગુરૂવારે પણ એકવાર માતાએ પુત્ર નિસર્ગને ઉચ્ચા શબ્દોમાં અભ્યાસમાં ધ્યાન રાખવાનું કહયું હતું. માતાના ઠપકાથી ઉત્સાયમાં આવી ગયેલા નિસર્ગે અડધી રાત્રે રસોડામાં જઈને પંખાની હૂક સાથે દુપટ્ટા ની મદદ વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધો હતી.

પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ માતા-પિતા અને બહેન સ્તબ્ધ થઈ ગયા હતા.
પુત્રને રસોડામાં ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ  તેના માતા-પિતા અને બહેન સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવાર નું અત્યંત ભારે આવજે રડવાનો અવાજ સાંભળી ને પડોશીઓ આવી ગયા હતા. તેઓ પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય થઇ ગયા હતા. આપઘાતના બનાવની જાણ થતા લક્ષ્મીપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે લાશ લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.આ મામલે વધુ તપાસ  હાથ ધરી હતી.

15 દિવસ પહેલા નાપાસ થવાના ડરથી પૂત્રએ આપઘાત કર્યો હતો,
15 દિવસ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો-10 અને ધો-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના દિવસે જ ધો-10ના રિપીટર વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ ને આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થી  જો પુનઃપરીક્ષા આપશે તો પણ નાપાસ જ થશે તેવા ડરથી ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થી નાપાસ થયા બાદ તે નાસીપાસ થઇ ગયો હતો.
મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પચ્ચીસ ગામે વસતો ૧૭ વર્ષીય મયંક વિજયભાઇ બારીયા વડોદરાના આજવા રોડ ઉપર આવેલ કમલાનગર પાસે લકુલેશનઞરમાં દીદી સાથે રહેતો હતો અને તે અહીં જ અભ્યાસ કરતો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ લેવામાં આવેલી ધો-10ની પરીક્ષામાં નાપાસ થતા જ તે ઘરે થી નાસીપાસ થયગયો હતો. તે કોઈ પણ કામ ધંધો કરતો ન હતો અને પુનઃ પરીક્ષાની પણ તૈયારી પણ કરતો ન હતો. નાપાસ થયા બાદ તે નાસીપાસ થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *