ભરૂચના દહેજ ખાતે કામદારોના ધરણા પ્રદર્શનના સમર્થનમાં પહોચ્યા AAPના મહિલા કોર્પોરેટર, ભાજપ પર આકરા પ્રહાર કરતાકહ્યું કે…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ત્યારે આજે ભરૂચ ના દહેજ ખાતે વેલસ્પન કંપની સામે ન્યાય માટે ધરણા પ્રદર્શન કરી રહેલ કામદારો ને સમર્થન આપવા આમ આદમી પાર્ટી સુરતના કોર્પોરેટર પાયલ પટેલ પહોચ્યા હતા. સાથે પાયલ પટેલે જણાવતા કહ્યું છે કે, 400 થી વધારે કામદારો છેલ્લા 39 દિવસ થી ધરણા કરી રહ્યા છે અને ન્યાય માંગી રહ્યા છે.

ત્યારે આ કામદારોએ પોતાની જિંદગી ના 20 વર્ષ થી વધારે સમય કંપની માં નોકરી કરી છે અને મોટા ભાગના કામદારો ને લોનો ચાલે છે તેવા સમયે કંપની કામદારો ને નોકરી માંથી દૂર કરે અને ટ્રાન્સફર કરે ત્યારે આ કામદારો શુ કરી શકે. તેમના દુઃખ માં આજે તેમની સાથે કોઈ નથી નવાઈ ની વાત તો એ છે જ્યારે 400 થી વધુ કામદારો એ આત્મવિલોપન ની ચીમકી આપી તો પણ તંત્ર ના પેટ નું પાણી પણ ના હલ્યું.

સાથે પાયલ પટેલે જણાવતા કહ્યું છે કે, આ કામદારોની સાથે સરકાર પણ નથી અને ક્યાંથી હોય એ કામદારો ભાજપ ને ફંડ નહિ આપી શકે કંપનીઓ આપી શકશે. કામદારો એ વારંવાર અહીં ના સ્થાનિક ભાજપ ના ધારાસભ્ય ને રજૂઆતો કરી પરંતુ સ્થાનિક ધારાસભ્ય એ કોઈ મદદ કરી નહિ. આ કામદારો ની સાથે આમ આદમી પાર્ટી હર હમેશ સાથે રહેશે અને તેમને ન્યાય મળે તે માટે તમામ બનતી મદદ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *