હાલમાં ગુજરાતમાં આવેલ વડોદરા શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરા જિલ્લાની SOGની ટીમે ગઇકાલે રાત્રે છોટાઉદેપુર ડભોઇ હાઇવે પરથી કુલ 78 કિલો ગાંજો પકડી પાડ્યો છે. ગઇકાલે રાત્રે પીકઅપમાં અનેક સ્થળોએ છુપાયેલ ગાંજાના પેકેટને જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે કુલ 78 કિલો ગાંજાની સાથે કુલ 9.87 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. SOGને મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પીકઅપ વાનને અટકાવતા તેમાંથી ખુબ મોટા પ્રમાણમાં ગાંઝો મળી આવ્યો હતો. પોલીસે પહેલાથી જ મળેલ બાતમીને આધારે મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો અટકાવી હતી. જેમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
ગઇકાલે પણસોલી ગામના બસ સ્ટેન્ડ નજીક SOG ફિલ્ડીંગમાં હતી ત્યારે આ પીકઅપ વાન આવ્યું હતું. જેની અંદર બેઠેલા શાંતિલાલ બરડ તથા નવલસીંગ નારવેની અંગજડતી લીધી હતી. ત્યારપછી ગાડીનું ચેકિંગ કરતા કુલ 40 પેકેટ મળી આવ્યા હતા.
બંન્નેની પુછપરછ કરતા આ ગાંજો મહારાષ્ટ્રમાં આવેલ ધુલિયાના સાંગલી તાલુકાના મહાદેવ ઉર્ફે મનોજ નારચ પાસેથી ખરીદ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. વિસનગરમાં રહેતા બાબુશાહ ફકીરને આપવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં આવેલ ધુલિયાથી 547 કિમી દૂર વિસનગરમાં માલ આપવા માટે જઇ રહેલ બંન્ને વ્યક્તિને વડોદરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતાં.
અહીં ઉલ્લેખનીય છે કે, યુવાનોમાં ગાંઝો તેમજ ડ્રગ્સ જેવા વ્યસનોનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. આ વ્યસન દારૂની સરખામણીમાં વધુ કિક આપતો હોવાની સાથે લાવવા લઇ જવામાં પણ દારૂનાં પ્રમાણમાં આસાન હોવાથી યુવાનો આ નશા બાજુ વળ્યા છે. ગાંઝાના દુષણને ડામવા માટે નાર્કોટિક્સ બ્યુરોથી લઈને ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle